Not Set/ નાના રણમાં વિદેશી પક્ષીઓનો પડાવ

કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ મીટર જેટલો છે. ત્યાં દર વખતે ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ બહુજ મોટી સંખ્યામાં આવતા હોય છે

Gujarat

કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ મીટર જેટલો છે. ત્યાં દર વખતે ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ બહુજ મોટી સંખ્યામાં આવતા હોય છે. જે આ વખતે પણ જોવા મળે છે.

હાલમાં રણની અંદર મોટી સંખ્યામાં પક્ષીઓ આવ્યા છે. ખાસ કરીને શિયાળામાં ઠંડી હોવાથી આ પક્ષીઓ અહીંયા ખોરાકની શોધ માં આવે છે. સાથે અહીંયા આ જગ્યામાં તે નેસ્ટિંગ પણ કરે છે. બતક, ફ્લેમિંગો, સુરખાબ,તેમજ કુંજ જેવા અલગ અલગ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીંયા આવેછે. અને લગભગ શિયાળાના ચાર મહિના તે અહિયાં જ રોકાય છે.

આ પક્ષીઓને જોવા માટે પક્ષીપ્રેમી તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.અહીંયા કોઈ આ પક્ષીઓ નો શિકાર ન કરે અથવા તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. અને પ્રવાસીઓને આ વિદેશી પક્ષી વિષે ની માહિતી આપવામાં આવે છે.

જયારે પ્રવાસી પણ આ વિદેશી પક્ષીઓ જોઈને ખુશ છે.અને તંત્ર દ્વારા આ પક્ષીઓ વિષે માહિતી મળે તે ખૂબ જ સરસ છે. આ પક્ષીઓ વહેલી સવારે વધુ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ ઠંડીની સિઝન દરમિયાન નેસ્ટિંગ પણ થાય છે જે આ વખતે 50,000 જેટલા માળા જોવા મળેલ છે.