અમદાવાદમાં 4 NRI સામે ફરિયાદ નોંધાઈ છે. કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમેરિકાથી મણિનગર આવેલા યુવક સામે, ન્યુઝીલેન્ડથી આવેલ મહિલા અને બાળક સામે ફરિયાદ નોંધાઈ છે. જર્મનીથી બોપલ આવેલા એક વ્યક્તિ સામે ફરિયાદ થઈ છે.
આ પણ વાંચો :સુરતની જિલ્લા કોર્ટે પોલીસકર્મી સામે ગુનો નોંધવા કર્યો આદેશ,પોલીસે માસ્ક ન પહેરનાર યુવકને માર્યો હતો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 34 , આણંદ 23, ખેડા 21, રાજકોટ કોર્પોરેશન 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, વડોદરામાં 5, જામનગર કોર્પોરેશનમાં 3, મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જામનગર 2, અમરેલી 1,ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 નવો કેસ નોંધાયો હતો.
આ પણ વાંચો :કોરોનાના કેસ વધતાં વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લેશે, જાણો વિગત
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1902 કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 1891 નાગરિકો સ્ટેબલ છે. 8,18,487 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10116 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે પોરબંદરમાં 1 મોત થયું છે.
આ પણ વાંચો :અમદાવાદમાં વધુ બે ઝોન માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયા,જાણો વિગત
આ પણ વાંચો :માંગરોળ ખડાયતા વણિક સમાજનું ગૌરવ
આ પણ વાંચો :લીંબડી તાલુકા શિયાણી ગામ ના દિકરીબા એ સાદાઈ થી જન્મ દિવસ ઉજવ્યો
