Not Set/ યુવાને ગાયોને લીલો ઘાસચારો ખવડાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી

નરેશભાઇએ પોતાના જન્મદિવસે લીંબડી મહાજન પાંજરાપોળમાં અબોલ અને નિરાધાર પશુઆે માટે ૧૧૦ મણ લીલો ઘાસચારો આપી સેવાકીય કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરી હતી

Gujarat

આજના સમયમાં યુવાનો જન્મદિવસની ઉજવણી પાછળ હજારો રૂપિયા નો વેડફાટ કરતા હોય છે ત્યારે લીંબડી ખાતે રહેતા નરેશભાઇ નોંઘાભાઇ સભાડ નામના યુવાને અનોખી રીતે જન્મદિવસ ની ઉજવણી કરી અન્ય યુવાનોને પણ રાહ ચીંધી છે.

નરેશભાઇએ પોતાના જન્મદિવસે લીંબડી મહાજન પાંજરાપોળમાં અબોલ અને નિરાધાર પશુઆે માટે ૧૧૦ મણ લીલો ઘાસચારો આપી સેવાકીય કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.

આજના સમયમાં કેક, હોટલોમાં જમવાનું અને ડીસ્કો સાથે જન્મદિવસની ઉજવણી કરતા યુવાનોને નરેશભાઇ એ અનોખુ ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે