Rajkot News: રાજકોટ(Rajkot)માં મહાનગરપાલિકા(Municipal Corporation)એ શહેરીજનો પર ફાયર ટેક્સ (Fire Tax) લગાવ્યો છે. સ્ટ્રીટલાઈટ, પાણી, મકાન, રસ્તા વગેરે પર લાદવામાં આવેલા કર બાદ ફાયર ટેક્સ પણ પ્રજાએ ભરવો પડશે. ચૂંટણી(Election)ના વર્ષમાં પણ વેરા વધારાની દરખાસ્ત કરાતા પ્રજાનું ખિસ્સાનું ભારણ વધશે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ તંત્ર સફાળું જાગ્યું છે. રહેણાંકો માટે રૂપિયા 15 અને કોમર્શિયલ ઉપયોગ પર રૂપિયા 25 ફાયર ટેક્સ લગાવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂપિયા 3112.29 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

કમિશ્નર દ્વારા નવા વેરામાં રૂપિયા 150 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે, જેમાં નવો ફાયર ટેકસ, ડોર ટુ ડોર ટેકસમાં પણ વધારો કરવાનું સૂચન કર્યુ છે. કાર્પેટ એરિયા ટેકસમાં સુધારો કરવામાં આવ્યો છે. મનપા દ્વારા લાદવામાં આવેલા કરવેરાથી નગરજનોને મિલકત વેરામાં પણ બોજો આવશે. 700 કરોડથી વધુ જમીન વેચાણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:રાજકોટ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
આ પણ વાંચો:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ
આ પણ વાંચો:રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ
