પાટણ/ નર્મદા કેનાલમાં ડૂબી રહેલા ભાઈને બચાવવા જતાં નાની બહેન પણ પાણીમાં થઈ ગરકાવ

પાટણના ચંદ્રુમાણા પાસેનું નર્મદા કેનાલ લાગેલા મશીનમાં છાણ નાખતા ભાઈનો પગ લપસ્યો હતો,થી તે કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો.

Gujarat Others
નર્મદા કેનાલ

રાજ્યમાં છેલ્લા ઘણા સામયથી કેનાલમાં ડૂબીજવાથી મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગાંધીનગર બાદ હવે પાટણમાં કેનાલમાં પિતરાઇ ભાઈ-બહેન ગરકાવ થયા હોવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે,  પાટણના ચંદ્રુમાણા પાસેનું નર્મદા કેનાલ લાગેલા મશીનમાં છાણ નાખતા ભાઈનો પગ લપસ્યો હતો, જેથી તે કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ ભાઈને બચાવવા બહેન પણ કેનાલ માં કુદી હતી. જેને કારણે બન્ને કેનાલમાં ડૂબ્યાં છે.

આ પણ વાંચો :વડોદરામાં માત્ર 17 વર્ષના વિધાર્થીએ 5માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો શું છે કારણ

ધ્રુવ પટેલ નામનો યુવક અને પ્રાચી નામની સગીરા કેનાલમાં ડૂબ્યાં છે. બંનેની શોધખોળ ચાલી રહી છે, પરંતુ તેમનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. બીજી તરફ આ સમાચાર આગની જેમ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો કેનાલ પર પણ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરી હતી. ફાયર ફાઈટરના તરવૈયાઓ દ્વારા કેનાલમા ભાઇ અને બહેનની શોધખોળ શરુ કરી છે. પોતાના વ્હાલસોયા સંતાનોને ગુમાવવાને કારણે પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, કંબોઈથી ચંદ્રુમાણા ગામની સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપરની સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસની આ ઘટના છે. ચંદ્રમાણા ગામના આશાસ્પદ પિતરાઇ ભાઇ બહેન પટેલ ધ્રુવકુમાર નવીનભાઈ પટેલ અને પ્રાચી પટેલ ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે આવ્યા હતા. આ દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ ડીઝલ એન્જિનમાં નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે ગયા હતા. જ્યાં અંદર પગ મૂકતાં તે અચાનક લપસી પડ્યો હતો. જેથી કિનારે ઉભેલી નાની બહેન પ્રાચી બૂમાબૂમ કરી હતી જે બાદ તે પોતે જ ભાઇને બચાવવા ઝંપલાવ્યું હતું. જેના કારણે બંને ભાઇ બહેન કેનાલમાં સરકી ગયા હતા.

આ પણ વાંચો : કેલ્શિયમ ગ્રસ્ત બાળકો માટે મહેશ્વરી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન

નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગાંધીનગરના અડાલજ નર્મદા કેનાલ પર પણ આવી ગોઝારી ઘટના બની હતી. જેમાં ચાર યુવકો ડૂબતા ચકચાર મચી ગઇ હતી. અડાલજ નર્મદા કેનાલમાં ચાર મિત્રો સનસેટ જોવા ગયા હતા. તે દરમિયાન એક યુવકનો પગ લપસી જતા તેને બચાવવા ગયેલા ચાર મિત્રો કેનાલમાં ડૂબ્યા હતા.

આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 9941 કેસ નોંધાયા, સૌથી વધુ કેસ અમદાવાદમાં

આ પણ વાંચો :ઉત્તરાયણ પર્વે પોલીસ જાહેરનામાનું ભંગ કર્યું છે તો ખેર નથી, કાયદેસરની કાર્યવાહી,ડ્રોનથી બાજ નજર

આ પણ વાંચો :લોકોની સુવિધા માટે કેબિનેટ બેઠકમાં લેવાયો આ મહત્વનું નિર્ણય, જાણો શું છે…