સુરેન્દ્રનગર મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : 50 જેટલી રક્તની બોટલો એકત્ર કરાઇ
સુરેન્દ્રનગર શહેરમાં કેલ્શિયમ ગ્રસ્ત બાળકો માટે મહેશ્વરી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મહેશ્વરી સમાજના આગેવાનો તેમજ બહેનો દ્વારા સુરેન્દ્રનગર શહેરના ગુરુકુળ સ્વામીનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન હાથ ધરી અને આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા, તારાચંદભાઈ કેલા, અશોકભાઇ તેમજ તુલસીભાઈ ભુતડા, ઉમંગભાઈ એલારામ તેમજ નરેશભાઈ કેલા, કિરણભાઈ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાને 50 જેટલી બોટલો રક્તદાન કરી અને બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવી હતી.
અશોકભાઇએ જણાવ્યું કે, હાલ રક્તદાન એ મહાદાન છે. અને સુરેન્દ્રનગરમાં મોટા ભાગે કેલ્શિયમ ગ્રસ્ત બાળકોને લોહીની વધુ જરૂરિયાત હોવાના કારણે દરેક સમાજે ભેગા મળી અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને બ્લડ બેન્કને લોહી અર્પણ કરવું જોઈએ. ત્યારે મહેશ્વરી સમાજની બહેનો દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ડોનેશન કરનાર વ્યક્તિઓને સન્માનિત કરી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સાથો સાથ નાની એવી ગિફ્ટ પણ આપવામાં આવી હતી. આ રીતે મહેશ્વરી સમાજનો બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે યોજાયો હતો.
આ કેમ્પમાં સૌથી પહેલા દિપ પ્રગટાવવાના કાર્યક્રમમાં ગુરુકુળના મહાત્મા સ્વામી ગુરુકુળ ટ્રસ્ટી પી.પી. પરમાર, ધનરાજભાઈ કેલા, તારાચંદભાઇ કેલા, કિરણકુમાર રાઠી, અશોકભાઈ મહેશ્વરી, ચેલારામ મહેશ્વરી, ચેતનભાઇ શારદા, ગિરધારીલાલ કેલા અને સમાજના બીજા આગેવાનો પણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાનમાં કુલ 100 જેટલા રજિસ્ટ્રેશન થયા હતા. પણ 58 લોકોએ રક્તદાન કરીને એક માનવતાની ફરજ પૂરી કરી હતી. આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં મહિલા મંડળનો પણ ખુબ સારો સહકાર હતો. ડોક્ટર રેખા મહેશ્વરી, શાંતાબેન કેલા, નિશાબેન કેલા, વિનીતાબેન ભુતડા, પિન્કીબેન કેલા, રીંકલબેન મહેશ્વરી અને દક્ષાબેન મહેશ્વરીએ જહેમત ઉઠાવી હતી. સૌથી સારી વાત છે કે, 18 વર્ષથી ઉપરના યુવક-યુવતીઓએ રકતદાન કરીને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.
