- વાસી ઉત્તરાયણે આમ આદમી પાર્ટીનો પતંગ કપાયો
- વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીનો પેંચ કાપ્યો
- જાણીતા ગાયક વિજય સુવાળાની આપને અલવિદા
- વિધાનસભા ચૂંટણી પહેલા આપની દોરી ગૂંચવાઈ
- મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં કરી જાહેરાત
- આમ આદમી પાર્ટીને વિજય સુવાળાનું ટાટા બાય બાય
- ઉત્તર ગુજરાતમાં ગાયક તરીકે છે મોટું નામ
- આપ માટે અનેક સભાઓ પણ સંબોધી ચૂક્યા છે
- થોડા મહિનામાં જ વિજય સુવાળાને બ્રહ્મજ્ઞાન થયું
- પાર્ટી છોડવા પાછળના કારણનો ન કર્યો ખુલાસો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તે પહેલા આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા એવા ગુજરાતી ગાયક વિજય સુવાળા એ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું છે.
આ પણ વાંચો – કોરોના કેસમાં વધારો / મહારાષ્ટ્રમાં 43211 નવા કેસ, દિલ્હીમાં ચેપનો દર 30 ટકાને પાર, જાણો દેશ અને દુનિયામાં કોરોનાની સ્થિતિ
જણાવી દઇએ કે, વાસી ઉત્તરાયણનાં દિવસે આમ આદમી પાર્ટીનો પતંગ કપાયો છે. જાણીતા ગાયક વિજય સુવાળા એ આમ આદમી પાર્ટીનો પેંચ કાપ્યો છે. આ બધું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા થઈ રહ્યું છે. જે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી માટે મોટી મુસીબતનું કારણ બની શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની દોરી ગૂંચવાઈ જતા હવે આગળ શું તે સવાલ પણ મહત્વનો બન્યો છે. આપને જણાવી દઇએ કે, મંતવ્ય ન્યૂઝની સાથે વાતચીતમાં આમ આદમી પાર્ટીનાં વિજય સુવાળાએ પાર્ટીને અલવિદા કહેવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતમાં જાણીતા ગાયક એવા વિજય સુવાળા નું એક મોટું નામ છે. તેઓ પાર્ટીમાં હતા ત્યારે અનેક સભાઓ સંબોધી ચૂક્યા છે. પાર્ટીમાં જોડાયા ના થોડા મહિના માં જ વિજય સુવાળા ને પાર્ટીને ટાટા બાય બાય કહેવાનું બ્રહ્મજ્ઞાન થયું તે આમ આદમી પાર્ટી માટે પણ ચોકાવનારી વાત છે. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે પરંતુ પાર્ટી છોડવા પાછળના કારણો નો તેમણે કોઈ ખુલાસો કર્યો નથી.
