રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 121 દિવસના શાસનનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં આજે ગુજરાત સરકારના 121 દિવસના કામકાજના રિપોર્ટમાં પણ સીએમ ભુપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની સરકારની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. સામાન્ય રીતે 100 દિવસનું રિપોર્ટ કાર્ડ થતું હોય છે પરંતુ ગુજરાત સરકારે 121 દિવસના શાસનનો હિસાબ આપ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી હોય કે પછી કોઇપણ કુદરતી આફતો આવતી હોય પરંતુ સરકારી હરહંમેશ જનતા સાથે રહે તેવું એક જ ધ્યેય રાખીએ છીએ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં આ યાત્રા યોજી રૂા.1570 કરોડના 49,000 કામોના લોકાપર્ણ અને ખાતમુહુર્ત કર્યા છે. જ્યારે 1.92 લાખ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો;હુમલો / અબુધાબી એરપોર્ટ પર કરાયો ડ્રોનથી હુમલો, યમનના આ આતંકી સંગઠને લીધી જવાબદારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા જનાર્દનની સેવા કરવાની તેમની ટીમને મળેલી તક અને રાજ્યની વિકાસયાત્રાને તેજોમય બનાવવાની પરિશ્રમ યાત્રાની સફળતાનો શ્રેય ગુજરાતના સૌ નાગરીકોના ચરણે ધર્યો છે.મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારની જનસેવા યાત્રાના સુશાસનના સફળ 121 દિવસ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં સુશાસનના 121 દિવસ પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું હતું.
મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ આ અવસરમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કંડારેલી ગુડ ગવર્નન્સ- સુશાસનની કેડી પર ચાલતા તેમની નવી ટીમ ગુજરાતે સૌને સાથે રાખી, સૌ માટે, સૌ સંગાથે ચોતરફા વિકાસ માટેનો સંકલ્પ સાકાર કરવાની નેમ રાખી છે.
આ પણ વાંચો:ગુજરાત / કોરોનાનું સંક્રમણ સતત વધતાં રાજ્યના પ્રસિધ્ધ તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો નિર્ણય
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાફ નિયત અને નેક નીતિથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પળ-પળ, ક્ષણ-ક્ષણ રાજ્યના ભલા માટે ખપાવી દેવાની તેમની ટીમની તત્પરતા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી તેમની સમગ્ર ટીમે લોકપ્રશ્નો જન સમસ્યાઓને સરકાર સુધી પહોચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વધુ 6 જિલાઓ ડાંગ, મોરબી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર અને કચ્છને આગામી 31મી જાન્યુઆરી 2022 સુધીમાં શત પ્રતિશત નલ સે જલ અન્વયે આવરી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. આ 6 જિલ્લાઓ સાથે રાજ્યમાં કુલ 13 જિલ્લા સંપૂર્ણ નલ સે જલ યુક્ત થશે તેમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી લોકહિતના કરેલા નિર્ણયો- પગલાંઓની છણાવટ કરતાં ઉમેર્યું કે, ઓનલાઇન આર.ટી.આઇ. પોર્ટલ લોંચ કરીને જનતાના પ્રશ્નો પ્રતિ સજાગ વલણ અપનાવ્યું છે. મહેસૂલી સેવાઓનું સરળીકરણ કરીને 3.63 લાખ નાગરિકો માટે ય-તશલક્ષથી મહેસૂલ રેકર્ડ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. નિયત સરકારી સેવાઓમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

