ચકચાર/ પાટડીના હેબતપુર નજીક સુરેન્દ્રનગર મેઇન કેનાલમાંથી અજાણી વૃદ્ધા અને પુરુષની લાશ મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના હેબતપુર નજીક આવેલી સુરેન્દ્રનગરની મુખ્ય નર્મદા કેનાલમાંથી અલગ-અલગ જગ્યાએથી અજાણી મહિલા અને પુરુષની મૃત હાલતમાં લાશ મળી

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના હેબતપુર નજીક સુરેન્દ્રનગર મેઇન કેનાલમાંથી અજાણી વૃદ્ધા અને પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બજાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો;કોરોના / રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 12,735 કેસ નોંધાયા , જયારે 5 દર્દીના મોત થયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના હેબતપુર નજીક આવેલી સુરેન્દ્રનગરની મુખ્ય નર્મદા કેનાલમાંથી અલગ-અલગ જગ્યાએથી અજાણી મહિલા અને પુરુષની મૃત હાલતમાં લાશ મળી આવતાં પંથકમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી. આ કેનાલમા લાશ તરતી હોવાની જાણ બજાણા પોલીસને થતા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મીઠાપરા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી બન્ને મૃતદેહોને બહાર કાઢી ખાનગી વાહન મારફતે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી બન્નેની ઓળખ કરવા વધુ તજવીજ હાથ ધરી હતી.

આ પણ  વાંચો:દિલ્હીમાં કોરોનાથી થોડી રાહત / દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 12,527 કેસ નોંધાયા જયારે 24 લોકોના મોત થયા

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુરુષની ઉંમર આશરે 50 વર્ષ હોવાનું તથા પુરુષ બે થી ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામ્યો હોવાનુ અને વૃદ્ધ મહિલાની ઉંમર આશરે 70 વર્ષ તથા એક દિવસ પહેલા મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પાટડી પથંકની કેનાલમાંથી એક સાથે બે લાશ મળી આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.