GODHRA NEWS/ ગોધરામાં ટ્રક પાછળ બુલેટ ઘુસતા બે યુવકના મોત, અન્ય એક ઘાયલ યુવકને વડોદરા ખસેડાયો

બુલેટ પર સવાર યુવાનો સ્પીડમાં આ ટ્રક સાથે અથડાયા હતા

Gujarat Others

Godhra News : ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવકોનાં કરુણ મોત થયા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત બુલેટ મોટરસાયકલ અને ટ્રક વચ્ચે થયો હતો, જેમાં બુલેટ પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગોધરા તાલુકાના લાડપુર ગામ પાસેથી પસાર થઈ રહેલી એક ટ્રક સાથે બુલેટ ગાડીનોઅકસ્માત થયો. જેમાં બુલેટ પર જઈ રહેલા ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ત્રણેય યુવકો નાટાપુરા ગામના છે. તેઓ બુલેટ મોટરસાયકલની સર્વિસ કરાવવા માટે ગોધરા આવેલા હતા અને બાદમાં પરત પોતાના ગામ જઈ રહ્યા હતા, ત્યારે લાડપુર ગામ નજીક અકસ્માતની આ ઘટના બની હતી. ટ્રકના ટાયરમાં પંચર થતા તેને રોડની બાજુમાં પાર્ક કરેલો હતો. બુલેટ પર સવાર યુવાનો સ્પીડમાં આ ટ્રક સાથે અથડાયા હતા.

આ અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. સાહિલ સલીમનામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવક ટિકેશ રાયસીંગ પટેલનું ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું.ત્રીજો યુવક કેતનકુમાર બાબુભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાવની જાણ થતાં જ ગોધરા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં થયો તેની વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 24 સપ્ટેમ્બરે શહેરા-ગોધરા હાઈવે પર નવા મીરાપુર ગામે એક સફેદ સ્વિફ્ટ કાર (RJ 55 CA 0388)એ ચાર યુવકોને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં હરેશભાઈ રમેશભાઈ બારીયાને માથા અને ડાબા પગે ઈજા થઈ હતી. હિતેશભાઈ સ્વરૂપભાઈ બારીયાને ડાબા હાથે ઈજા થઈ હતી. જ્યારે ભૂપતભાઈ બારીયાને જમણા પગની એડીએ ઈજા પહોંચી હતી. સંજયભાઈ ભરતભાઈ કોટવાળને મોઢા અને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી.

24 સપ્ટેમ્બરના રોજ ગોધરા તાલુકામાં તરવડી ગામે ઓરવાડા વાઘજીપુર રોડ પર આ ઘટના બની હતી. . જેમાં રસ્તા પર ચાલતા જતા મનહરભાઈ બુધાભાઈ બારીયાને એક મોટરસાઈકલ (GJ 17 CL 8214)ના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહદારીને માથાના પાછળના ભાગે અને શરીરે ઈજાઓ થઈ હતી. બાઈક ચાલકને પણ શરીરે ઈજાઓ થઈ હતી.બંને કેસમાં પોલીસે ગફલતભરી રીતે વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જેતપુરમાં સાડી યુનિટમાંથી 34 બાળ મજૂરોને બચાવાયા

આ પણ વાંચો:અમદાવાદમાં મેટ્રો સ્ટેશનના બાંધકામમાં 6 જેટલા બાળ મજૂરો મળી આવ્યા

આ પણ વાંચો:સાડીના કારખાનામાં CIDક્રાઈમની રેડ, 35 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા