હળદરને સૌથી અકસીર નેચર એન્ટિબાયોટિક માનવામાં આવે છે. એટલે તે સ્કીન, પેટ અને શરીરના ઘણા રોગોમાં ખૂબ ઉપયોગી છે. હળદરમાંથી મળનારી ગાંઠો જ નહીં, ઉપરાંત તેના પાંદડા પણ ખૂબ ઉપયોગી છે. આ વાત થઈ હળદરના ગુણોની, તે જ પ્રમાણે દૂધ પણ કુદરતી પીણું છે. તે શરીરમાં ઉદ્દભવતી બિમારીઓને રોકી શકે છે. હળદર અને દૂધ બંને ખૂબ ગુણકારી છે. પરંતુ જો એને એકસાથે મેળવીને પીવાથી તેના અનેક ફાયદા થાય છે. હળદર અને દૂધને એકસાથે પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી તકલીફો દૂર કરી શકાય છે.
રોજ હળદર વાળું દૂધ પીવાતી શરીરને જરૂરી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. તે તે ઓસ્ટિયોપોરેસિસના દરદીઓને રાહત આપે છે.હળદરવાળું દૂધ પીવાથી સંધિવામાં ઘણી રાહત થાય છે, રિયૂમેટોઈડ સંધિવાના કારણે સોજા આવે છે, તેના ઉપયોગ માટે હળદરવાળું દૂધ પી શકાય છે. સાંધાઓ અને માંશપેસિઓને સ્વસ્થ બનાવીને દુઃખાવાને દૂર રે છે.
આયુર્વેદમાં હળદરવાળા દૂધનો ઉપયોગ સારવાર માટે કરવામાં આવે છે. તે રક્તમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરી શકે છે, લિવરને સાફ કરવામાં મદદરૂપ થાય છે. પેટ સાથે જોડાયેલી તકલીફોમાંથી રાહત મેળવવા માટે હળદર મેળવેલા દૂધનો ઉપયોગ કરવો જોઈએ.એક સંશોધન પ્રમાણે હળદરમાં રહેલા તત્વ કેન્સરની કોશિકાઓથી ડીએનએથી થનારા નુકસાનને રોકી શકે છે અને કિમો ચિકિત્સાના ખરાબ પ્રભાવથી બચાવી શકે છે.
હળદરયુક્ત દૂધનું સેવન કરવાથી કાનના દુઃખાવાની તકલીફમાં પણ આરામ મળે છે. જેથી શરીરના રક્તસંચાર વધી જાય છે, જેથી દર્દમાં ઝડપથી આરામ મળે છે.રોજ હળદરવાળું દૂધ પીવાથી ચહેરો ચમકવા લાગશે. રૂ લઈને હળદરવાળા દૂધમાં પલાળીને ચહેરા પર લગાવો. જેથી ત્વચાત ચમકીલી બનશે અને ચહેરા પર લાલી આવશે.
આયુર્વેદ પ્રમાણે હળદરને રક્ત શુદ્ધ કરનાર માનવામાં આવે છે. તે શરીરને બ્લડ સરક્યુલેશનને મજબૂત બનાવે છે. તે રક્તને પાતળું કરે છે અને લસિકાતંત્ર અને રક્તવાહિનીઓની ગંદકીને સાફ કરવામાં ખૂબ લાભકારક છે.
રોજ એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને પીવાથી શરીર સુડોળ બને છે. જ્યારે હંફાળા દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલ ચરબી ઘટે છે. જેથી કેલ્શિયમ અને અન્ય તત્વના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ તાય છે.
