ક્રિકેટનાં મેદાન પર ઘણી વખત એવું બને છે કે બેટ્સમેન પીચ પર પોતાનો પગ જમાવી દે છે અને બોલર માટે તેને આઉટ કરવો અશક્ય બની જાય છે. સોમવારે ઓસ્ટ્રેલિયામાં પણ કંઈક આવું જ બન્યું હતું. મેલબોર્નનાં બેટ્સમેન ક્રિસ ડેવલિસે વિક્ટોરિયા પ્રીમિયર ક્રિકેટની મેચમાં 72 બોલમાં 237 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – પ્રભાવશાળી ક્રિકેટર / ભારતીય ઓપનર સ્મૃતિ મંધના બની વર્ષ 2021 ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર
ક્રિકેટનાં મેદાન પર જ્યારે કોઈ બેટ્સમેન પોતાના રંગમાં આવી જાય છે, ત્યારે ક્યારેક તેને આઉટ કરવુ તો દૂરની વાત છે પણ રન બનાવવાથી રોકવો પણ મુશ્કેલ બની જાય છે. આવો જ એક નજારો ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો હતો, જ્યાં એક ક્રિકેટ લીગ બેટ્સમેને એકલા હાથે 237 રન બનાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેણે માત્ર 72 બોલમાં આટલા રન બનાવ્યા હતા. આ તોફાની ઇનિંગમાં બેટ્સમેને 20 ફોર અને 24 સિક્સર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા પ્રીમિયર ક્રિકેટમાં ઓપનર ક્રિસ ડેવલિસે આ કારનામો કરી બતાવ્યો હતો. ડેવલિસની ઇનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા પ્રીમિયર ક્રિકેટમાં મેલબોર્નનાં બેટ્સમેન ક્રિસ ડેવલિસે બોલરો પર કહેર વરસાવ્યો હતો. કેમ્પરવેલ મેગપાઇસ ઓપનરે તેની ઇનિંગમાં 20 ચોક્કા અને 24 છક્કા ફટકાર્યા હતા. એકંદરે, તેણે 72 બોલમાં 44 બોલને બાઉન્ડ્રી પાર કર્યો હતો. ક્રેસ ડેવલિસની આ શાનદાર ઇનિંગનાં આધારે તેની ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 441 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યનાં જવાબમાં કિંગ્સટન હોથોર્નની ટીમ 8 વિકેટે 203 રન જ બનાવી શકી હતી.
https://twitter.com/MyCricketAus/status/1485054937499586563?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1485054937499586563%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-in-australia-batsman-chris-devlis-hit-237-runs-in-72-balls-fours-and-sixes-in-44-balls-5658344.html
આ પણ વાંચો – LLC T20 / અસગર અફગાનની તોફાની ઇનિંગમાં ધોવાયુ ઈન્ડિયા મહારાજા, તાબડતોડ 7 છક્કા માર્યા
ફોક્સ સ્પોર્ટ્સ અનુસાર, જ્યારે ડેવલિસ 236 રન પર હતો ત્યારે તેને લાઈફલાઈન મળી હતી. બોલરે ધીમી બોલિંગ કરી અને ક્રિસે તેને શોટ માર્યો હતો. પરંતુ ડીપ પોઝીશનમાં ઉભેલા ફિલ્ડરો આ શોટ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા. ડેવલિસનો સ્કોર વિક્ટોરિયન પ્રીમિયર ક્રિકેટમાં પુરૂષોનાં બીજા-વર્ગનાં ઇતિહાસમાં છઠ્ઠો સૌથી વધુ સ્કોર છે. તેના પહેલા મોર્ગન પર્સન ક્લાર્કે 2015-16ની સીઝનમાં અણનમ 254 રન બનાવ્યા હતા.
