Not Set/ ગુજરાતના CID ક્રાઇમના PI રાજસ્થાનમાં રેવ પાર્ટીમાંથી ઝડપાયા,જાણો સમગ્ર વિગત

ગુજરાતના પોલીસ અધિકારી  તેમના મિત્ર વર્તુળ સાથે પકડાયા છે. તેંમની સાથે પાર્ટીમાંથી કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat

રાજસ્થાનમાં રેવ પાર્ટી કરી રહેલા ગુજરાતના પોલીસ અધિકારી  તેમના મિત્ર વર્તુળ સાથે પકડાયા છે. તેંમની સાથે પાર્ટીમાંથી કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પાર્ટી પર રેડ બાતમીના આધારે પાડવામાં આવી હતી રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. ખમનેરના પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ છતાં પણ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસે તમામ 24 સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. પોલીસે હોટેલના સંચાલકની પણ ધરપકડ કરી છે.

હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલ સહિત 9 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.