ભારતે શનિવારે ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતી દેશવાસીઓનું દિલ જીતી લીધુ હતુ. ટીમે પાંચમી વખત આ ટ્રોફી કબ્જે કરી છે. ભારતીય ટીમની આ જીત બાદ તેને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય યુવા ટીમને અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર રાજ બાવા બન્યો Player of the Match, બેબી ડી વિલિયર્સ બન્યો Player of the Tournament
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ટ્વીટ કર્યું, ‘અમારા યુવા ક્રિકેટરો પર ખૂબ ગર્વ છે. અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં જબરદસ્ત ધીરજ બતાવી છે. સર્વોચ્ચ સ્તરે આ શાનદાર પ્રદર્શન દર્શાવે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે.
Extremely proud of our young cricketers. Congratulations to the Indian team for winning the ICC U19 World Cup. They have shown great fortitude through the tournament. Their stellar performance at the highest level shows that the future of Indian cricket is in safe and able hands.
— Narendra Modi (@narendramodi) February 6, 2022
મેચની વાત કરીએ તો ભારતનાં અશ્વમેધી અભિયાનને કોઈ રોકી શક્યું નથી અને ફરી એકવાર આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમે પોતાના પ્રભુત્વની મહોર લગાવી છે. પાંચ વિકેટ લીધા બાદ સારી બેટિંગ કરનાર રાજ બાવા, ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમાર અને લડાયક અડધી સદી ફટકારનાર નિશાંત સિંધુ ભારતની જીતનાં શિલ્પી રહ્યા હતા. તેના પ્રદર્શનનાં આધારે ભારતે ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં ધોની અંદાજમાં છક્કો ફટકારી બાનાએ ટીમ ઈન્ડિયાને અપાવ્યો વર્લ્ડ કપ, Video
ટૂર્નામેન્ટનાં ઈતિહાસની સૌથી સફળ ટીમ, ભારતે ઈંગ્લેન્ડને 44.5 ઓવરમાં 189 રનમાં આઉટ કરી દીધું. બાવાએ 9.5 ઓવરમાં 31 રન આપીને પાંચ વિકેટ લીધી હતી જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમારે 34 રનમાં ચાર વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે 14 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો છ વિકેટનાં નુકસાને કરી લીધો હતો. એક સમયે ભારતની ચાર વિકેટ 97 રનમાં પડી ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં સદી ફટકારનાર કેપ્ટન યશ ધુલ 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ નિશાંત સિંધુ (54 બોલમાં અણનમ 50) અને બાવા (35)એ 67 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. વાઇસ કેપ્ટન શેખ રાશિદે સતત બીજી મેચમાં 50 રન બનાવ્યા હતા. અંતે દિનેશ બાનાએ જેમ્સ સેલ્સને સતત બે સિક્સર ફટકારી ભારતને 48મી ઓવરમાં જ લક્ષ્ય સુધી પહોંચાડ્યું.
