Indian Railways/ રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ભોજન સેવા શરૂ થશે.

IRCTCએ નિર્ણય લીધો છે કે, 14 ફેબ્રુઆરી સુધીમાં ટ્રેનોમાં કેટરિંગની સુવિધા શરૂ કરી દેવામાં આવશે. જો કે, આ દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. IRCTCનો આ નિર્ણય ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે ખુશનુમા બની શકે છે.

Top Stories India
treain

દેશમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને તમામ ટ્રેનોમાં કેટરિંગ સેવા ફરી શરૂ કરવામાં આવશે. IRCTCએ નિર્ણય લીધો છે કે, 14 ફેબ્રુઆરી સુધીમાં ટ્રેનોમાં કેટરિંગની સુવિધા શરૂ કરી દેવામાં આવશે. જો કે, આ દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો:માત્ર 40 દિવસમાં બીજી વખત ભાજપમાં એન્ટ્રી, ધારાસભ્ય બલવિંદર લડ્ડીએ ફરીથી કોંગ્રેસ છોડી દીધી

IRCTCનો આ નિર્ણય ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે ખુશનુમા બની શકે છે. આ નિર્ણય સાથે, હવે તેઓને તેમની મુસાફરી દરમિયાન કેટરિંગ સેવા દ્વારા તાજો ખોરાક લેવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો:છત્તીસગઢના બીજાપુરમાં CRPF-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક ઘાયલ

ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ કેટરિંગ સેવા બંધ કરી દીધી હતી. આ સિવાય અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જો કે, IRCTCએ ધીમે ધીમે સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું શરૂ કર્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ભારતીય રેલ્વેના હવાલાથી કહ્યું કે, આ વર્ષે જાન્યુઆરી સુધી 80 ટકા ટ્રેનોમાં ફૂડ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. બાકીની 20 ટકા ટ્રેનોમાં કેટરિંગ સેવાઓ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ભોજન સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ કેટલા સમય માટે રક્ષણ પૂરું પાડે છે? આ અભ્યાસમાં જવાબ મળ્યો