ગુસ્સો માણસ માટે ખૂબ હાનિકારક હોય છે. નાની-નાની વાત પર ગુસ્સા આવવાથી પરિવારના બાકી સભ્ય પણ પરેશાન થઈ જાય છે. તમને પણ આ જ રીતે કોઈ પરેશાની છે કે પાર્ટનરનો ગુસ્સો વધી રહ્યો છે તો ટિપ્સ અજમાવો…
- ગુસ્સો આવતા કોઈની સાથે વાત કરવાને બદલે થોડીવાર એકલા બેસી જાઓ. માંસપેશીઓને રિલેક્સ કરો. તેનાથી ગુસ્સો શાંત થઈ જશે.
- કોઈ વાતથી પરેશાન છો તો ગુસ્સો કરવાને બદલે ઊંડો શ્વાસ લો અને આંખ બંધ કરીને ખુદને શાંત કરવાની કોશિશ કરો.
- ગુસ્સાને દૂર કરવા માટે સૌથી સરસ ઉપાય છે વાતાવરણને ખુશનુમા બનાવો. સરસ પરફ્યૂમની સુગંધ લો. તમે હેરાન થઈ જશો કે તેનાથી ગુસ્સો ખુશીમાં બદલાય જશે.
- ઠંડું પાણી પીવાથી પણ ગુસ્સો શાંત થઈ જાય છે. પરેશાનીને દૂર કરવા માટે ઊંધી ગણતરી શરૂ કરો.
