ઘટડામાં ઘોડા થનગને, યૌવન વીંઝે પાંખ’ જેવી પંક્તિને દ્વારકા અને રાજકોટના સાહસિક તરુણો તથા યુવાનો સચિતાર્થ કરી, દ્વારકાથી ૨૧૫ કિલોમીટર દૂર આવેલા સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે.
આ પણ વાંચો:ફૂડ સેફ્ટી / ટ્રેનોમાં ખરાબ ભોજનની ફરિયાદો દૂર થશે, જાણો IRCTCએ શું પગલાં લીધાં
ઇન્ટરનેશનલ સ્કુબા ડ્રાઈવર જેંતીલાલ બાંભણિયા તથા તેમના ગ્રૂપના બંકિમ જોશી, પિનાકીન રાજ્યગુરુ, ઉમેશભાઈ રાજ્યગુરુ, વિગેરેને થોડા સમય પહેલા વિચાર આવ્યો કે તરુણ- યુવાનો સાથેની એક ટીમને દ્વારકાના દરિયામાં તરતા તરતા સોમનાથ લઈ જવા જોઈએ. જેથી ભારતમાં પ્રથમ વખત ૧૩થી ૨૦ વર્ષની ઉંમરના તરુણો-યુવાનોને લઈને આગામી તારીખ ૨૦મી ફેબુ્રઆરીના રોજ આ ટીમ દ્વારકાની એન.ડી.એસ. હાઈસ્કુલના ૧૦ તથા રાજકોટના ૧૦ મળી કુલ ૨૦ યુવાનો, તરુણો સાથે દરિયામાં સોમનાથ જવા પ્રયાણ કરશે.
આ પણ વાંચો:અલવિદા બપ્પી દા.. / બપ્પી લાહિરીને શબ્દરૂપી શ્રદ્ધાંજલી..
આ અંગે તેમણે જણાવ્યું હતું કે દ્વારકાથી સોમનાથ સુધીનો માર્ગ દરિયામાં ૨૧૫ કિલોમીટરનો છે. રોજના આશરે ૨૦ થી ૨૨ કિલોમીટરનું અંતર કાપી, રાત્રે વિરામ કરી, સવારે ફરીથી પ્રવાસ શરૂ થશે. સંભવતઃ પાંચમી માર્ચે તેઓ સોમનાથ પહોંચશે. દસ રેસ્ક્યુ બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક, સાહસપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
