રાજીનામું/ દિગ્ગજ નેતા અને પ્રવકતા જયરાજસિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું,ભાજપમાં જોડાશે!ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે!

જૂથવાદ અને આંતરિક વિખવાદના લીધે રાજ્યના દિગ્ગજ નેતા જ્યરાજસિંહ કોંગ્રસમાંથી રાજીનામું આપ્યું છે. 

Top Stories Gujarat
  • કોંગ્રેસના નારાજ નેતાએ આપ્યું રાજીનામું
  • અમદાવાદના જયરાજસિંહ આપ્યું રાજીનામું
  • કોંગ્રેસમાંથી ફાડ્યો છેડો જયરાજસિંહ
  • પાર્ટીમાં સતત અવગણના થતી હોવાનું કારણ
  • પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી આપ્યુ રાજીનામું
  • જયરાજ સિંહ પરમાર કાર્યકર સંબોધતો પત્ર
  • કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ આપ્યું રાજીનામું
  • રાજીનામું આપ્યા બાદ વિધિવત ભાજપામાં જોડાશે
  • જયરાજસિંહે કરી સત્તાવારી રીતે જાહેરાત
  • હું કોંગ્રેસમાંથી આપી રહ્યો છું રાજીનામું
  • ભાજપમાં જયરાજસિંહ જોડાવા પ્લાન નક્કી
  • બે દિવસમાં વિધિવત રીતે ભાજપમાં જોડાય શકે
  • જયરાજસિંહ ખેરાલુ બેઠક પરથી લડી શકે છે
  • ભાજપમાંથી ખેરાલુ પર લડી શકે છે ચૂંટણી
  • મોટા નેતાના હસ્તે ધારણ કરી શકે છે ખેસ

કોંગ્રસમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોચ્યો છે,અનેક રાજ્યમાં કોંગ્રસમાં વિખવાદ થઇ રહ્યો છે તેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી , જૂથવાદ અને આંતરિક વિખવાદના લીધે રાજ્યના દિગ્ગજ નેતા જ્યરાજસિંહ કોંગ્રસમાંથી રાજીનામું આપ્યું છે.પાર્ટીના તમામ હોદ્દા પરથી આપ્યુ રાજીનામું,કાર્યકરોને સંબોધતો પત્ર પણ લખ્યો હતો ,સત્તાવાર રીતે ભાજપમાં ટૂંક સમયમાં જોડાઇ જશે,જ્યરાજસિંહે રાજીનામાની કરી છે જાહેરાત.બે દિવસમાં ભાજપમાં જોડાઇ જશે,ત આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમને ખેરાલુ બેઠક પરથી ટિકિટ મળી શકે છે.ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ઘારણ કરશે

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે એક ટ્વીટ એવું કર્યું કે, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, અગાઉ જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે તેમના આ સૂચક ટ્વીટથી અનેક વાતો વહેતી થઈ છે. કોંગ્રેસમાંથી વિધિવત રીતે તેમણે રાજીનામું આપી દીધુ છે,