Not Set/ 12 માર્ચનાં રોજ અમદાવાદમાં યોજાશે ખેલ મહાકુંભ, વડાપ્રધાન મોદી કરાવશે શુભારંભ

ગુજરાતમાં ખેલ મહાકુંભ યોજાવવા જઈ રહ્યો છે. 12મી માર્ચના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં પીએમ મોદી દ્વારા ખેલ મહાકુંભ 2022નો શુભારંભ થશે. અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆતના કાર્યક્રમને લઈ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

Ahmedabad Gujarat
modi

કોરોનાકાળના બે વર્ષ બાદ ગુજરાતમાં ખેલ મહાકુંભ યોજાવવા જઈ રહ્યો છે. 12મી માર્ચના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં પીએમ મોદી દ્વારા ખેલ મહાકુંભ 2022નો શુભારંભ થશે. અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆતના કાર્યક્રમને લઈ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

આ પણ વાંચો:એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સે ઈકોનોમી ટિકિટના દરમાં 40 થી 50%નો વધારો કર્યો

પશ્ચિમ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર ખરસાણને સ્ટેડિયમના કાર્યક્રમ અંગે જવાબદારી સોપાઈ છે. આજે બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઝોન અને વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સાથે રાઉન્ડ લઈને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.

આજે બંને ડેપ્યુટી કમિશનરોએ સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઇ અને તેમાં કરવામાં આવતી તૈયારીઓ અને સમગ્ર આયોજન બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સ્ટેડિયમમાં રંગરોગાન સાફ-સફાઈ અને રોડની રિપેરિંગની કામગીરી સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવવાના હોય કોઈપણ પ્રકારની ચૂક ના રહી જાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બેઠક વ્યવસ્થાથી લઇ અને પાર્કિંગ, હોર્ડિંગ્સ, બેનરો, સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલરૂમ, સિક્યુરિટી, સ્ટેજ, ગ્રીનરૂમ વગેરે અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભારતમાં ક્યારે આવશે કોરોનાની ચોથી લહેર? IIT કાનપુરની આગાહી પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો

આ પણ વાંચો:સ્વદેશી રીતે બનાવેલ ‘કવચ’ ટ્રેનોને અથડાતી અટકાવશે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, અન્ય દેશોને પણ ટેક્નોલોજી આપશે