યુક્રેન અને રશિયા વચ્ચે સતત 23મા દિવસે યુદ્ધ ચાલુ છે. બંનેમાંથી કોઈ દેશ એકબીજા સામે ઝુકવા તૈયાર નથી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પુતિન માટે ફરી એકવાર આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. બિડેને પુટિનને ખૂની સરમુખત્યાર અને શુદ્ધ છેતરપિંડી કરનાર તરીકે ગણાવ્યા. આ સિવાય ઝેલેન્સકીએ ફરી એકવાર દેશને સંબોધન કર્યું હતું, આ વખતે યુક્રેેને રશિયા પર એર સ્ટ્રાઇક કરી છે ,આ હુમલામાં રશિયાને કેટલો નુકશાન થયો છે તેની જાણકારી હાલ પ્રાપ્ત નથી
યુક્રેનની એર ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે તેઓએ 14 રશિયન બેઝને નષ્ટ કરી દીધા છે. આ એરસ્ટ્રાઈક 17 માર્ચે કરવામાં આવી હતી. જો કે, રશિયાને કેટલું નુકસાન થયું છે, તે હજુ બહાર આવ્યું નથી.
વોલોડીમીર ઝેલેન્સકીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મોટાભાગના રશિયન સૈનિકોને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા છે. તેમાંથી એવા લોકો છે જેઓ રશિયા પાછા ફરવાનો ઇનકાર કરે છે. રશિયામાં ઘણા એવા છે જેની વાત પણ નથી થતી, જેને પાછા લેવામાં આવી રહ્યા નથી. કેટલાક સૈનિકોના પરિવારોને તેમના મૃત્યુની જાણ કરવામાં આવી છે, જોકે તેઓ કેદમાં છે અને જીવિત છે.”
