ગોવાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસની ક્રાઈમ બ્રાન્ચે હોળીના અવસર પર પણજી જિલ્લામાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ રેકેટનો પર્દાફાશ કરતી વખતે એક ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલાઓને રેસ્ક્યૂ કરવામાં આવી છે. તે જ સમયે, આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે મહિલાને પકડી રંગે હાથે
વાસ્તવમાં આ આખો મામલો પણજી પાસેના સાંગોલ્ડા ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં પોલીસે રેકી કરી ઘટનાની તપાસ હાથ ધરી હતી. જ્યાંથી ત્રણ મહિલા સહિત એક યુવક રંગે હાથે ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, બે મહિલાઓ મુંબઈ નજીકના વિરારની છે, જ્યારે ત્રીજી હૈદરાબાદની છે.
પોલીસે આ રીતે પાથરી જાળ
રેકેટનો પર્દાફાશ કર્યા પછી, પણજી પોલીસે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે હાફિઝ સૈયદ બિલાલ નામનો વ્યક્તિ સેક્સ રેકેટનો ધંધો ચલાવી રહ્યો છે. અમારી ટીમે તેને પકડવાની યોજના બનાવી હતી. અમને કેસના સાચા પુરાવા મળતાની સાથે જ ટીમે તેને રંગે હાથે પકડવા માટે દરોડા પાડયા હતા. જે બાદ ત્રણ મહિલાઓ સહિત યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
ગોવામાં રેકેટનો ધંધો ચલાવે છે મોડલ અને અભિનેત્રી
પોલીસે જણાવ્યું કે ગોવામાં મોડલ અને ટીવી અભિનેત્રીઓ સાથે સેક્સ રેકેટનો ધંધો સતત ચાલી રહ્યા છે. અનેક વખત પગલાં લેવા છતાં પણ લોકો ઘૃણાસ્પદ કૃત્યો કરતાં અટકતા નથી. પોલીસે જણાવ્યું કે તાજેતરના કેસમાં હૈદરાબાદના રહેવાસી આરોપીએ સાંગોલ્ડા ગામની એક હોટલ પાસે 50,000 રૂપિયા આપીને સોદો નક્કી કર્યો હતો. જેના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી 30 થી 37 વર્ષની વચ્ચેની ત્રણ મહિલાઓ સાથે હોટલમાં આવ્યો ત્યારે પકડાયો હતો. હાલ આ મામલે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો :કાશ્મીર ફાઇલ્સમાં 18, 19 અને 22 જાન્યુઆરી 1990નો ખાસ ઉલ્લેખ, ઓમર અબ્દુલ્લા પર BJP એ કર્યો પ્રહાર
આ પણ વાંચો : 25 માર્ચે શપથ ગ્રહણ કરશે યોગી આદિત્યનાથ, PM મોદી સહિત અનેક નેતાઓ થશે સામેલ
આ પણ વાંચો :ગોવામાં સરકાર બનાવવા ઉત્સુક કોંગ્રેસ, ભાજપ દ્વારા વિલંબ પર ઉઠાવ્યા સવાલ
