સુરતઃ મહિધરપુરા પો.સ્ટેશનની હદમાં મર્ડર
મૂછાળા શેરી રૂધનાથ પુરા પાસે
સાહિલ પોટલો નામના બુટલેગરની થઈ હત્યા
મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી
સુરતમાં દિવસને દિવસે હત્યાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. પોલીસ ઘોર નિદ્રાંમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ હત્યાનો કિસ્સો મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં જ બન્યા છે. જ્યાં સાહિલ પોટલો નામના બુટલેગરની હત્યા થઈ છે. જેથી મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ છે.
આ પણ વાંચો: પરિવારના પાંચ સભ્યોના ગુમ થયાનો ભેદ અકબંધ, જામનગર પોલીસ શરૂ કરી શોધખોળ
ઘરના સભ્યોમાંથી કોઈ એક ગુમ થઈ જાય તો પરિવારના બીજા સભ્યોની તેને શોધવામાં લાગી જે છે, પરંતુ જામનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરીવારના પાંચ સભ્યો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. શહેરના ગોકુલનગરમાં વસવાટ કરતો પરિવાર ગુમ થયો છે. ઉલ્લેખનીય છે કે, પરિવાર 11 માર્ચથી ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરીવારના સભ્ય અરવિંદભાઈ નિમાવત તેમના પત્ની, એક પુત્રી અને બે પુત્રો એમ કુલ 5 લોકો ગુમ થયા છે. આ પરીવાર ગુમ થયો તેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. હાલ જામનગર સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં હાલ પોલીસે પરીવારની શોધખોળ શરુ કરી છે.
પરીવારના સભ્ય અરવિંદભાઈ નિમાવત તેમના પત્ની, એક પુત્રી અને બે પુત્રો એમ કુલ 5 લોકો ગુમ થયા છે. આ પરીવાર ગુમ થયો તેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. હાલ જામનગર સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં હાલ પોલીસે પરીવારની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચો:સુરતનો આ યુવક પરિવારની સામે જ ગંગાના મોજામાં સમાઈ ગયો, લક્ષ્મણઝુલા નજીકના ઘાટ પર થયો અકસ્માત
આ પણ વાંચો:વલ્લભીપુરથી બરવાળા સુધીનો રોડ અતિ બિસ્માર, અકસ્માતોને લઈને લોકો થયા હેરાન
