- રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યુ
- વનરક્ષક પરીક્ષાનું પેપર થયુ વાયરલ
- ઉંઝાના ઉનાવા સેન્ટરથી પેપર થયુ વાયરલ
- પાણી પીવા આવેલા ઉમેદવારે પેપર કર્યુ વાયરલ
- મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં ગેરરીતિ નો આક્ષેપ
- વન વિભાગની આજરોજ 12 થી 2 કલાકની હતી પરીક્ષા
- ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં લેવાઈ હતી પરીક્ષા
રાજ્યમાં પેપર ફુટવાનો સિવસિલો યથાવત છે, ફરી એકવાર પેપર ફુટ્યો છે પરતું આ વખતે પેપર ઉમેદવારે લીક કર્યું છે. ગુજારાતમાં વધુ એક પેપર ફુટયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે,વનરક્ષક પરીક્ષાનું પેપર વાયરલ થયું છે.આ પેપર ઉઝાના ઉનાવા સેન્ટરથી પેપર વાયરલ થયું છે,ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં પરીક્ષા લેવાઇ રહી છે ત્યારે આ પેપેર લિંક થયાનું બહાર આવ્યું છે. મીરા દાતાર સર્વોદય હાઇસ્કૂલમાં ગેરરીતિનો આક્ષેપ છે. આજરોજ વનરક્ષક પરિક્ષા 12 થી 2 કલાકની હતી ,આ પેપર એક ઉમેદવારે પાણી પીવાના બહાને બહાર આવીને પેપર વાયરલ કર્યો છે.હાલ તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતમાં હજી પણ ભરતી પરીક્ષાનું પેપર ફૂટવાનો સિલસિલો હજી પણ યથાવત છે. ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. વન રક્ષક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું છે. આજે લેવાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. જો આવુ ને આવુ ચાલતુ રહેશે તો ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનશે જ નહિ. ગુજરાતની યુવા જનતા સરકારી નોકરીથી વંચિત રહી જશે, અને સરવાળે બેરોજગારી વધતી જશે. શું વિકસતા ગુજરાતમા આવુ ને આવુ ક્યા સુધી ચાલતુ રહેશે. અને પેપર ફૂટી જાય છે ત્યાં સુધી તંત્ર શું કરે છે.
