Not Set/ કુંવરજી બાવળિયાનો કોંગ્રેસમાં જોડાવા અંગે ખુલાસો, કહ્યું – હું સંતુષ્ટ….

ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાં જોડાવાને લઇને ખુલ્લાસો કર્યો છે.

Top Stories Gujarat Rajkot
કુંવરજી
  • રાજકોટઃ કુંવરજી બાવળિયાનો કોંગ્રેસમાં જોડાવાનો મામલો
  • કોંગ્રેસમાં શામેલ થવાના સમાચારો અંગે ખુલાસો
  • બાવળિયાએ ટ્વીટ કરીને આપ્યો રદિયો
  • કુંવરજી બાવળિયા ભાજપના નેતાઓ સાથે સંતુષ્ટ
  • કુંવરજી બાવળિયા ભાજપમાં જ રહેવાના છે

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાં જોડાવાને લઇને ખુલ્લાસો કર્યો છે.કોંગ્રેસમાં શામેલ થવાના સમાચારો અંગે ખુલાસો કરતું કુંવરજી બાવળિયાએ ટ્વીટ કર્યું છે.ટ્વીટમાં કોંગ્રેસમાં જોડાવા અંગેના સમાચારો પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે. અને તેમણે અફવા ફેલાવનારને સદ્દબુદ્ધી આપે તેવો ટ્વીટમાં ઉલ્લેખ પણ કર્યો છે…તેમજ તે ભાજપમાં જ રહેવાના છે તેમ પણ જણાવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની રાજનીતિમાં અટકળોનું બજાર ગરમ છે, ત્યારે ભાજપના 2 કોળી નેતાઓ ભાજપને ઝટકો આપે તેવા સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સમાચારોમાં કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જેના પર આજે કુંવરજી બાવળિયાએ ટ્વીટ કરીને રદિયો આપ્યો છે. કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા બાદ સતત આ મામલે તેમની નારાજગી હોવાની વાતો ઊઠી રહી હતી અને તેઓ કોંગ્રેસમાં જવાની પણ અટકળો ચાલી રહી હતી. હાલ તો આ ટ્વીટ કરીને બાવળિયાએ અટકળો પર પૂર્ણ વિરામ લગાવવાનો પ્રયાસ કર્યો છે.

રૂપાણી સરકારની વિદાય થતાં મંત્રી પદે હાંકી કઢાતા કુંવરજી રિસાયા છે. તો બીજી તરફ પૂર્વ મંત્રી પરષોતમ સોલંકી પણ વાવાઝોડામાં માછીમારોને ઓછી સહાય અપાતાં નારાજ છે. ખુદ સોલંકીએ સરકારમાં રજૂઆત કરવા છંતાય સરકારે સાંભળ્યું નથી. ઉપરાંત હીરાભઈ સોલંકીને પણ સાઈડલાઈન કરતા સોલંકી ભારોભાર ભાજપથી નારાજ છે.

આ પણ વાંચો :ખોડલધામના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો :ભાવનગરમાં નગર પ્રાથમિક શાળામાં પાણીના ટાંકાનો સ્લેબ તૂટયો, બે વિદ્યાર્થી પડ્યા અને…

આ પણ વાંચો :વડોદરામાં કેમેસ્ટ્રીના પેપર પહેલા જ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :શું કોંગ્રેસના આ દિગ્ગજ નેતા જોડાશે AAPમાં? જાણી શું છે વાસ્તવિકતા