@વૈશાલી કગરાણા
Junagadh News: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ની એક સર્મનાક ઘટના સામે આવી જેમાં કાશિકુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટ ના મૌલાના અને ટ્રસ્ટી વિરૂદ્ધના કૃત્ય કર્યા હોવાનો ગુનો દાખલ કરાયો છે જેમાં આ મદ્રેસામાં રહેતા તરૂણ એ ત્યાંના મૌલાના અડધી રાત્રે તેના રૂમમાં પગ દબાવવા અને પાણી આપવાના બહાને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવની ફરિયાદ કરી છે ત્યારે આ બાબતે આ તરુણે તે મદ્રેસાના ટ્રસ્ટી ને માહિતગાર કર્યા ત્યારે મદ્રેસા ના ટ્રસ્ટી દ્વારા આ વાત કોઈને ના કહેતો નહિ તો તું આગળ ભણી નહિ સકે.અને મદ્રેસા માંથી તારું નામ કાઢી નાખવામાં આવશે એવી ધાક ધમકી આપી અને ચૂપ કરવાની કોશિશ કરવામાં આવી હતી.
ત્યારે મૌલાના ને આ વાત ની જાણ કરતા તેમના દ્વારા પણ ધમકી આપવા માં આવતા બાળક ડરી ગયો હતો અને ત્યાર બાદ તેની માતા મદ્રેસા એ મળવા આવેલ ત્યારે આ સમગ્ર વાત તેની માતા ને કરતા તેમને ટ્રસ્ટીને જાણ કરતા તેને પણ આ વાત ક્યાંયના કરવા ધાક ધમકી આપવામાં આવી ત્યારે આ બાબતની જાણ પોલીસ ને જાણ કરતા હાલ સમગ્ર ઘટના ની તપાસ માંગરોળ સર્કલ પોલીસના PSI સહિત ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે જૂનાગઢ SP સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી અને જરૂરી પુરાવા એકઠા કરી યોગ્ય તપાસ હાથ ધરી રહ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

