UP MLC Result 2022/ UP MLC ચૂંટણીમાં BJPની ભવ્ય જીત, સમાજવાદી પાર્ટીનો થયો સફાયો

યુપી એમએલસી ચૂંટણીના વલણોમાં, ભાજપ જોરદાર જીત તરફ આગળ વધી રહ્યું છે. જૌનપુરથી બીજેપી ઉમેદવાર બ્રિજેશ સિંહ પ્રિન્સૂ, મુરાદાબાદથી સતપાલ સૈની દેવરિયાથી રતનપાલ સિંહ જીત્યા છે

Top Stories India
photo

યુપી એમએલસી ચૂંટણીના વલણોમાં, ભાજપ જોરદાર જીત તરફ આગળ વધી રહ્યું છે. જૌનપુરથી બીજેપી ઉમેદવાર બ્રિજેશ સિંહ પ્રિન્સૂ, મુરાદાબાદથી સતપાલ સૈની દેવરિયાથી રતનપાલ સિંહ જીત્યા છે. બીજી તરફ આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. ત્રણ બેઠકો અપક્ષના ખાતામાં જતી જોવા મળી રહી છે.

કયાં કોની જીત
દેવરિયા-કુશીનગર નગર બેઠક પરથી ભાજપના રતનપાલ સિંહ જીત્યા
બારાબંકીથી ભાજપના અંગદ કુમાર સિંહ જીત્યા
અયોધ્યાથી બીજેપીના હરિઓમ પાંડે જીત્યા
મુરાદાબાદ-બિજનૌરથી બીજેપીના સત્યપાલ સિંહ જીત્યા
પ્રતાપગઢથી જનસત્તા દળના અક્ષય પ્રતાપ સિંહનો વિજય
સીતાપુરથી બીજેપીના પવન સિંહ ચૌહાણ જીત્યા
મુઝફ્ફરનગર-સહારનપુરથી બીજેપીની વંદના વર્મા જીતી
મેરઠ-ગાઝિયાબાદથી બીજેપીના ધર્મેન્દ્ર ભારદ્વાજ જીત્યા
આઝમગઢ-મૌથી અપક્ષ વિક્રાંત સિંહ રિશુ જીત્યા
વારાણસીથી અપક્ષ ઉમેદવાર અન્નપૂર્ણા સિંહ જીત્યા
ગાઝીપુરથી બીજેપીના વિશાલ સિંહ ચંચલ જીત્યા
બીજેપીના કેપી શ્રીવાસ્તવ અલ્હાબાદ-કૌશામ્બીથી જીત્યા
બહરાઈચથી બીજેપીના પ્રજ્ઞા ત્રિપાઠી જીત્યા

જણાવી દઈએ કે વિધાન પરિષદની 36 બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં વિધાન પરિષદ (MLC)ના સભ્યો નવ બેઠકો પર બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. બાકીની 27 બેઠકો માટે શનિવારે મતદાન થયું હતું, જેમાં લગભગ 98.11 ટકા મતદાન થયું હતું. વિધાન પરિષદની ચૂંટણી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે સીધી હરીફાઈ હતી, કારણ કે કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી (BSP) એ કોઈ ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા.

95 ઉમેદવારો મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય અનુસાર, 95 ઉમેદવારો મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હાલમાં 100 સભ્યોના ગૃહમાં ભાજપ પાસે 34 સભ્યો છે. હવે ભાજપને વિધાનસભા બાદ વિધાન પરિષદમાં બહુમતી મળતી જણાય છે.

આ પણ વાંચો:આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જાહેરાત, સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ મળશે ફ્રી

આ પણ વાંચો:હાર્દિક પટેલનો ચૂંટણી લડવા માટેનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર લગાવી રોક