પાકિસ્તાની સૈન્ય દ્વારા અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. ખોસ્ત અને કુનાર પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્ય વિમાનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં મહિલાઓ અને બાળકો સહીત 40થી વધુ અફઘાની નાગરિકોના મોત નીપજ્યા છે. અફઘાન શાંતિ પ્રહરીના સંસ્થાપક હબીબ ખાને કહ્યુ છે કે શુક્રવારે રાત્રે હુમલા કરવામાં આવ્યા હતા. જો કે પાકિસ્તાન પોતાની પ્રોક્સી ફોર્સિસ, તાલિબાન અને મુજાહિદ્દીનના માધ્યમથી અફઘાનોને દશકાઓથી મારતું રહ્યું છે. અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલી તાલિબાની સરકારે કાબુલમાં તહેનાત પાકિસ્તાનના રાજદૂતને તલબ કરીને પાકિસ્તાનની એરસ્ટ્રાઈક પર વાંધો વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:ઈમરાન ખાનની ‘ચિંદી ચોરી’, વિદેશમાં મળેલી 14 કરોડની 58 ભેટ ખાઈ ગયા