ધરાશાયી/ ભાવનગરના આનંદ નગરમાં ફલેટ ધરાશાયી થતા 4 લોકો દટાયા હોવાની આશંકા,ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

એકતા એપાર્ટમેન્ટમાં એક ફલેટ ધરાશાયી થઇ ગયો છે. આ ઘટના ઘટતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે સત્વરે પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે

Top Stories Gujarat
  • ભાવનગરના આનંદ નગરમાં ફ્લેટ ધરાશાયી
  • એકતા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ધરાશાયી
  • 3 થી 4 લોકો દટાયા હોવાની આશંકા
  • તંત્રને જાણ કરવામાં આવી
  • ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી

ગુજરાતના ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એક ફલેટ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગરના આનંદ નગર વિસ્તારમાં આવેલા એકતા એપાર્ટમેન્ટમાં એક ફલેટ ધરાશાયી થઇ ગયો છે. આ ઘટના ઘટતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે સત્વરે પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે, પ્રાપ્ત માહિતી અનુસાર 3 થી 4 લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં ફાયર ટીમ યુદ્વના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે .

ભાવનગરના એકતા એપાર્ટમેન્ટમાં ફલેટ ધહરાશાયી થઇ જતાં આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ આ વિસ્તારમાં ભારે ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. હાલ પોલીસ પણ ઘટના સ્થલે પહોંચી છે.