રાજ્યમાં દારૂ અને ભ્રષ્ટાચાર પછી સૌથી મોટું દૂષણ એટલે દેહ વ્યાપારનો અથવા કુટણખાનાનો ધીકતો ધંધો છે રાજ્યમાંથી અવારનવાર જુદી જુદી જગ્યાએથી કુટણખાના અથવા તો દેહ વ્યાપારનો ધંધાનો પર્દાફાશ થાય છે ત્યારે હાલમાં સુરત ખાતેથી એક સાથે ચાર જેટલા સ્પામાં રેડ પાડવામાં આવી હતી અને આ રેડમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ઉમરાં વિસ્તારમાં આવેલા ઘોડદોડ રોડ ઉપર ચાર સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઘોડદોડ રોડ પર આવેલા લકી સ્પામાં, શ્રીરામ કોમ્પ્લેક્સ, પથિક એપાર્ટમેન્ટમાં હેપ્પી સ્પામાં પણ ઉમરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
સ્પા સેન્ટરમાં કામ કરતા લોકોની અટકાયત બાદ બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને તેમને આ વેપારમાં પરાણે ધકેલવામાં આવે છે કે કેમ તે અંગે પણ ઊંડી તપાસમાં કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. અગાઉ પણ એવી વિગતો સામે આવી હતી કે શહેરમાં બહારના રાજ્યોમાંથી ગણતરીના દિવસો માટે છોકરીઓને લાવવામાં આવ્યા પછી તેમની જાણ ગ્રાહકોને કરવામાં આવતી હતી, પોલીસને મળતી માહિતી મુજબ સ્પા સેન્ટરોમાં દેહવેપારનો ધંધો ધંધો ચાલતો હતો. પોલીસે પાડેલા દરોડાની અંદર આ ચાર સ્પા સેન્ટરમાં સ્પા સેન્ટર ની આડમાં કૂટણખાનું ચાલતું હતું. જેમાંથી એક ૧૯ જેટલી રૂપલલનાઓની સાથે ૪૧ જેટલા ધરપકડ કરવામાં આવી છે.
બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને ખોટા કામ કરાવાતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે.પોલીસે દરોડા પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેના આધારે પણ આગળની તપાસ કરાશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે દરોડા દરમિયાન કોન્ડમના પેક્ટ અને મોબાઈલ ફોન કબજે લીધા છે. કેટલાક લોકો સ્પામાં ગ્રાહક બનીને આવ્યા હતા જેઓ કઢંગી હાલતમાં પણ પકડાયા હતા.
