સુરત
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. પાંડેસરના કૈલાશનગર નગર ચોકડી ખાતે આવેલ શ્રી સાંઈ કન્સલટન્સી જન સુવિધા કેન્દ્ર નામની દુકાન પરથી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
આધાર કાર્ડ કાઢી આપવાની મંજુરી ન હોવા છતાં પણ અહીં આધાર કાર્ડ કાઢી આપવાનું ગેરકાયદેસર કામગીરી કરવામાં આવતી હતી. અહીં આધારકાર્ડ બનાવવામાં માટે રૂ. 300નો ચાર્જ ગ્રાહક પાસે લેવામાં આવતો હતો.
સરકાર દ્વારા સિન્ડીકેટ બેંકને ડિસ્ટીબ્યુટરશીપ આપવામાં આવી હતી. જેનો ઓપરેટર પ્રશાંત મોરડીયા ડિસ્ટીબ્યુટરની મંજુરી આપવામાં આવી હતી. તો જયારે પ્રશાંત થમ્બઈઈપ્રેશન પર અંગુઠો મુકે ત્યારે જ કમ્યુટર આપરેટ થાય છે. અને આધારકાર્ડ કાઢી શકે છે.
સુરતના પાંડેસરા વિસ્તારના કૈલાશ ચોકડી પાસે શ્રી સા્ંઈ જનસુવિધા કેન્દ્રમાં જે આધારકાર્ડ કાઢવામાં આવતું હતુ તે હિરેન પ્રજાપતિ નામના યુવક દ્વારા કાઢવામાં આવતીં હતુ.
પરંતુ આધારકાર્ડ માત્ર પ્રશાંત મોરડીયા જ કાઢી શકે છે. અને તેની હાજરીમાં આધારકાર્ડ નીકળી શકે છે તો અહીં જે કોઈ વ્યકતિનું આધારકાર્ડ કાઢવામાં આવે ત્યારે પ્રશાંત મોરડીયા ત્યાં હાજર નથી હોતો આશ્રર્યની વાત તો એ છે કે અહીં તે થમ્બનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે પ્લાસ્ટીકનો થમ્બ હતો તેમજ જે વ્યકતિ આધારકાર્ડ બનાવવા માટે આવે તેનાં અંગુઠાનું નિશાન લેવામાં તો આવતું હતુ.
પરંતુ પ્રશાંત મોરડીયાના અંગુઠાનું નિશાન લેવામાં આવતું ન હતુ. તેની જગ્યાએ બનાવટી પ્લાસ્ટીકનો થમ્બનો થમ્બ ઈપ્રેશનમાં મુકવામાં આવતો હતો. અને તે કમ્યુટરમાં ઓપરેટ પણ સરળતાથી થઈ જતું હતુ.
તેમજ પ્રશાંત મોરડીયા નામનો ઈસમ આણંદનો રહેવાસી છે તો તેના નામથી અહીં મોટી સંખ્યામા્ં વ્યકતિઓના ગેરકાયદેસર આધારકાર્ડ બનાવી આપવામાં આવતા હતા. જે તદ્દન અયોગ્ય છે. હાલ તો શ્રીસાંઈ જનસેવા કેન્દ્રને સીલ કરીને હિરેન પ્રજાપ્રતિની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.
