Not Set/ બેંગલુરુના એક મજૂરનો IT વિભાગની તપાસમાં થયો ચોકાવનારો ઘટસ્ફોટ, જુઓ

બેંગલુરુ, દેશમાં અર્થતંત્ર અને વિકાસની ગતિને વેગ આપવા માટે ટેક્ષ ભરવો એ સારી વાત ગણાય છે પરંતુ બેંગલુરુના એક વ્યક્તિ ટેક્ષ ભરવો મોઘું પડી ગયું છે. હકીકતમાં, ઇન્કમટેક્ષ ફાઈલ કરતી વખતે ૩૪ વર્ષના બેંગલુરુના એક મજુર વ્યક્તિએ પોતાની વાર્ષિક આવક ૪૦ લાખ બતાવી અને આ આવક અંગે કોઈ સ્તોત્ર જાહેર કર્યો ન હતો. ત્યારબાદ આ […]

India

બેંગલુરુ,

દેશમાં અર્થતંત્ર અને વિકાસની ગતિને વેગ આપવા માટે ટેક્ષ ભરવો એ સારી વાત ગણાય છે પરંતુ બેંગલુરુના એક વ્યક્તિ ટેક્ષ ભરવો મોઘું પડી ગયું છે. હકીકતમાં, ઇન્કમટેક્ષ ફાઈલ કરતી વખતે ૩૪ વર્ષના બેંગલુરુના એક મજુર વ્યક્તિએ પોતાની વાર્ષિક આવક ૪૦ લાખ બતાવી અને આ આવક અંગે કોઈ સ્તોત્ર જાહેર કર્યો ન હતો. ત્યારબાદ આ મજુર પર આયકર વિભાગ દ્વારા નજર રાખવામાં આવી હતી, આ તપાસમાં બહાર આવ્યું હતું કે તે એક ડ્રગ ડીલર છે.

બેંગલુરુના રચપ્પા રંગા નામના વ્યક્તિએ આઈટી રીટર્ન ફાઈલ કરતી વખતે ૨૦૧૭-૧૮માં પોતાની વાર્ષિક આવક ૪૦ લાખ બતાવી હતી. આ આવક અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે પોલીસ અને આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યવાહીથી બચવા માટે જયારે રચપ્પાએ તેના વકીલના સુચન પર પોતાને ક્લાસ-૧ અધિકારીના રૂપમાં રજીસ્ટર કરાવ્યો હતો, પરંતુ આ ટુચકા બાદ પણ તે બચી શક્યો ન હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩માં રચપ્પા મજુર હતો. ત્યારબાદ તેને ડ્રગ-ડીલીંગ કરવાનું શરુ કર્યું હતું. તેને આ કામમાં કેટલાય યુવાનોને લગાડ્યા હતા અને આ વેપારમાં કરોડો રૂપિયા પણ કમાયા હતા. આ ઉપરાંત તે શહેરના કનકપુરા રોડ પર સ્તિથ ૪૦,૦૦૦ રૂપિયાના રેન્ટના વિલામાં રહેતો હતો. ડ્રગ ડીલર રચપ્પા પાસે ગાડી અને ગામમાં સંપત્તિ પણ હતી. માનવામાં આવી રહ્યું છે કે, તે દર મહીને લગભગ ૩૦ કિલો ગાંજો વેચાતો હતો અને તેની કિંમત ૩૫,૦૦૦ હજાર રૂપિયે કિલો હતી.