નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર આપવામાં આવેલા નિવેદનને કારણે આ દિવસોમાં ભારત સમગ્ર મુસ્લિમ દેશોના નિશાના પર છે. આ નિવેદન બાદ દુનિયાના ઘણા ઈસ્લામિક દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. જો કે આ નિવેદન બાદ ભાજપે નુપુરને સસ્પેન્ડ કરી દીધી છે. પરંતુ હજુ પણ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ કૂદી પડ્યા છે. તેમણે પાકિસ્તાન સરકારને ભારત સાથે સંબંધો તોડવા અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાને મીડિયા સાથે વાત કરીને આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈમરાને કહ્યું છે કે પાકિસ્તાન સરકારે આરબ દેશો પાસેથી બોધપાઠ લઈને નરેન્દ્ર મોદી સરકાર સામે કડક વલણ અપનાવવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, ‘સરકારે ભારત સાથે સંબંધો તોડવા જોઈએ. ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ.
નોંધનીય છે કે, આ પહેલા રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે નૂપુરની પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરેલી દુષ્ટ ટિપ્પણીની નિંદા કરી હતી.
