World Blood Donor Day: આપણા શરીર માટે લોહી ખૂબ જ જરૂરી છે. તેના પ્રવાહથી આપણે કંઇક કરી શકીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે રક્તદાનને એક મહાન દાન માનવામાં આવે છે. આ એક એવું દાન છે, જેના દ્વારા તમે કોઈનો જીવ બચાવી શકો છો અને તે વ્યક્તિને નવું જીવન આપી શકો છો. જણાવી દઈએ કે લોહીના ચાર પ્રકાર છે A, B, O અને AB, જે પોઝિટિવ અને નેગેટિવમાં જોવા મળે છે. જ્યારે તમે રક્તદાન કરો છો ત્યારે તમારા રક્તની ઘણી રીતે પરીક્ષણ કરવામાં આવે છે. જેમ કે HIV, મેલેરિયા, હેપેટાઇટિસ વગેરે. આજે તમને રક્તદાન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે જણાવીશું.
વારંવાર લોહી આપવાથી કોમ્પોનેંટ બને છે
રક્તદાન કરવામાં લગભગ 20-30 મિનિટનો સમય લાગે છે, જાણકારી માટે તમને જણાવી દઈએ કે રક્તદાન કરતી વખતે વ્યક્તિને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમજ કોઈ પણ પ્રકારના રોગ ફેલાવાની સમસ્યા નથી. ઘણા લોકો માને છે કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવે છે, પરંતુ એવું હોવું જોઈએ એવું જરૂરી નથી. તમને જણાવી દઈએ કે ઘણા ડોકટરોનું માનવું છે કે વારંવાર લોહી આપવાથી શરીરમાં આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ્સ વગેરે જેવી વસ્તુઓ ઝડપથી બનવા લાગે છે, જે શરીર માટે સારી માનવામાં આવે છે.
6 મહિનામાં રક્તદાન કરો
જો તમને લાગતું હોય કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવે છે, ચક્કર આવે છે અને તમને તેનાથી ડર લાગે છે તો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આવું કંઈ થતું નથી. એક સ્વસ્થ વ્યક્તિ દર 6 મહિના પછી રક્તદાન કરી શકે છે અને તેનાથી તેના શરીરને કોઈ નુકસાન થતું નથી. વ્યક્તિ રક્તદાન કર્યાના એક મહિના પછી પણ ફરીથી રક્તદાન કરી શકે છે.
આ પણ વાંચો: મહેસાણા / દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં બબાલ, મોંઘજીભાઈના પુત્રએ કર્યું ફાયરિંગ
