વાઘની સંભાળ રાખનાર વ્યક્તિને પ્રાણી પ્રત્યે પ્રેમ દર્શાવવો પડ્યો ભારે. પાંજરામાં બંધ વાઘ પર જ્યારે રખેવાળ હાથ ફેરવી રહ્યો હતો ત્યારે અચાનક જ વાઘે હુમલો કર્યો હતો. જેના કારણે તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો અને તેણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. પરંતુ કમનશીબે હુમલો એટલો ધાતક હતો કે વ્યક્તિનો જીવ ગયો.
આ ઘટના મેક્સિકોના પરીબનની છે. અહીં પ્રાણીસંગ્રહાલયની સંભાળ રાખનાર એક વ્યક્તિએ વાઘને ભોજન કરાવવા માટે તેને વાડ પાસે બોલાવ્યો. વાધ નજીક આવ્યો પછી વ્યક્તિએ વાઘના ગળા પર પ્રેમથી હાથ ફેરવવાનું શરૂ કર્યુ. શરઆતમાં તો વાઘ શાંતીથી ઉભો રહ્યો પરંતુ તેનો મૂડ બદલાયો અને તેણે વ્યક્તિના જમણા હાથમાં પંજા માર્યો. વાધની સંભાળ કરનાર 23 વર્ષીય જોસ ડી જીસીસ એનીમલ લવર હતો પરંતુ વાઘને પ્રેમ કરવો તેને ભારે પડ્યો. વાધનો તીક્ષ્ણ હુમલાથી તે બચી શક્યો નહીં.
જયારે જોસને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેના હાથને કાપવાનું કહ્યું પરંતુ જોસે ના કહી અને પરિસ્થિતી વણસી. આ સંદર્ભે ડૉક્ટરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે જોસે હાથ કાપવાની ના કહેતા જ પરિસ્થિતિ જટિલ બની ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જોસ ડાયાબિટીસનો પણ દર્દી હતો પીડા સહન ના થતા તેને હાર્ટ એટેક આવ્યો જેમાં તેનું નિધન થયું.
પ્રાણીના માલિક દ્વારા આ ઘટનાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. તે ઘણા પ્રાણીઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં રાખે છે. આ બાબતે ઝૂના માલિકે જોસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. વાઘના માલિકે કહ્યું કે તેણે જોસનું મેડિકલ બિલ ચૂકવી દીધું છે. તેણે એ પણ જણાવ્યું કે તેની પાસે પ્રાણી સંગ્રહાલય માટે તમામ પરમિટ છે.
Zookeeper, 23, dies after being mauled by a tiger during feeding time https://t.co/wJ17VQF7Cw
— Daily Mail Online (@MailOnline) June 16, 2022
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, હવે તપાસ કરવામાં આવી રહી છે કે માલિક પાસે વાઘને રાખવાની પરવાનગી હતી કે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને એક મગર પણ છે.
