- બનેવીએ એકલતાનો લાભ લઇ આચાર્યુ દુષ્કર્મ
- સગીરાને ગર્ભ રહી જતા સમ્રગ ભાંડો ફૂટ્યો
- થરાદમાં સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી
- પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો
સબ સલામતના સરકારના દાવા વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મનો સિલસિલો યથાવત છે.. બનાસકાંઠામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોધાઇ છે. વધુ એક થરાદની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે.. આ સમ્રગ મામલે થરાદ પોલીસ મથકમાં સગીરાએ પોલીસ ફરિયાદ નોધાવી છે.જેમાં સગીરાના બનેવીએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ઘસ્ફોટ થયો છે. સમ્રગ મામલે બનેવીએ એકલતાનો લાભ લઈને સાળી દુષ્કર્મ આચર્યું હતું,ત્યારબાદ સગીરાને ગર્ભ રહી જતા સમ્રગ મામલો બહાર આવ્યો હતો.ત્યારબાદ સગીરાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, થરાદ તાલુકાના ભાચર ગામ ખાતે બનેવીએ દુષ્કર્મ આચરીને સગીર સાળીને પ્રેગ્નેન્ટ બનાવી હોવાનો બનાવ બન્યો છે. હેવાન બનેવીએ ભાચર ગામ ખાતે રહેતી સગીર સાળીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને દુષ્કર્મ આચરતા સાળી પ્રેગ્નેન્ટ બની છે. પીડિતાની ફરિયાદ પ્રમાણે બનેવી ધાક-ધમકી આપી તેમજ બળબજરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.
સમગ્ર મામલે સગીરાએ પરિવાર સાથે પોલીસ મથકે પહોંચી બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:દ્રૌપદી જ કેમ, ઓડિશાના મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા પાછળનું ગુજરાતની ચૂંટણી છે કારણ?
આ પણ વાંચો:પારડીનાં ખડકી ગામે ગોડાઉનમાં લાગી આગ : અગનજવાળાઓથી અંજાયા લોકો
આ પણ વાંચો:ચોટીલાના દેવસરમાં ચોરીની અજીબ ઘટના
