Video/ વાઘોડિયામાં ભાઇએ સગી બહેન અને માતાને જ માર્યા છરીના ઘા, જુઓ વીડિયો

વડોદરાના ખટંબા ગામમાં યુવકે પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હતો. જાહેરમાં યુવકે પોતાની માતા અને બહેનને ચપ્પાના ઘા માર્યા.

Videos
છરીના ઘા

વાઘોડિયા રોડ ખટંબા પાસેથી ક્રિષ્ના દર્શન વિલામાં નાણાકીય સંક્રમણના કારણે 24 વર્ષીય યુવકે પિત્તો ગુમાવ્યો હતો. ઘટનાના વિડિયો ચાર દિવસ બાદ સામે આવ્યા હતા. તેણે પોતાની બહેનને જ ચાકુના ઘા માર્યા હતા. ભાઈએ બહેનના પેટ અને જાંઘના ભાગે ચાકુના ઉપરાછાપરી સાત ઘા ઝીંક્યા હતા. જેથી તેમના પાડોશી પણ આવું ન કરવાનું કહે છે અને છોકરીને બચાવવાનો પ્રયાસ કરે છે. તો આ યુવાન તે મહિલાને પણ ડરાવે છે તેથી તે ફરીથી પોતાના ઘરમાં જતી રહે છે. જે બાદ ઉશ્કેરાયેલો યુવક તેના ઘરની બારી પર પણ ડોલ જેવું કાંઇક ફેંકે છે. આ દરમિયાન આસપાસના લોકો પણ બૂમાબૂમ કરે છે. ત્યારે આ યુવકે બિભત્સ ચેનચાળા પણ કર્યા હતા. વરણામા પોલીસે માતાની ફરિયાદના આધારે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. યુવક માનસિક રીતે અસ્થિર હોવાથી તેમે માનસિક રોગીઓની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, આ યુવક ફોરેન્સિક સાયન્સનો વિદ્યાર્થી છે. આ યુવકની માનસિક હાલત પણ સ્થિર નથી. હાલ આ યુવકની સાયકોલોજીસ્ટ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:જુનાગઢમાં આ રીતે વેચાતો હતો આયુર્વેદિક દવાના નામે નશીલો પદાર્થ

આ પણ વાંચો:કામધેનુ યુનિવર્સિટીનો શુક્રવારે પદવીદાન સમારોહ : ૬૭૩ વિદ્યાર્થીઓને એનાયત કરાશે પદવી

આ પણ વાંચો:દ્રૌપદી જ કેમ, ઓડિશાના મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા પાછળનું ગુજરાતની ચૂંટણી છે કારણ?