મુંબઇ,
બોલિવૂડમાં લિંક-અપ્સ અને અફેયરના ન્યુઝ હંમેશા ચર્ચામાં રહે છે. આ વર્ષે પણ લગ્નથી લઈને અફેયર સુધીના સમાચાર ઇન્ટરનેટ પર છવાયેલા રહ્યા છે. તાજેતરમાં, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને કરણ જોહરની ચેટ શો ‘કૉફી વિથ કરણ’ માં કહ્યું હતું કે તે અભિનેતા કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. સારાએ એમ પણ કહ્યું કે તેને કાર્તિક આર્યન ખૂબ જ ક્યુટ લાગે છે.

તે પછી, સારાએ એક રેડિયો શોમાં કહ્યું કે તે તેનું અડ્રેસ કાર્તિક આર્યને મોકલવા માંગે છે કેમકે તે તેને ખૂબ પસંદ છે. સતત 2 વખત સારાએ કાર્તિક આર્યનને લઈને નિવેદનો કર્યા પછી લોકો ઇન્ટરનેટ પર આ અંગે ચર્ચા કરી રહ્યા છે. સારાના આ નિવેદનો પર લોકો કાર્તિકનું રિએક્શન જાણવાનું પસંદ કરશે.

તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન પહોંચેલ કાર્તિકને આ વિશે પૂછવામાં આવ્યું તો પહેલા તો કાર્તિક શરમાઈ ગયો હતો, પરંતુ તેણે ચોક્કસપણે કહ્યું હતું કે, ‘સારા ખૂબ જ સુંદર એક્ટ્રેસ છે.’ આ વિશે વધુ પૂછ્યા પછી, કાર્તિકે ખૂબ જ સ્વીટ રીતે કહ્યું, ‘હા, હું મતલબ તેમના સાથે કૉફી પીવા માંગું છું.’
https://www.instagram.com/p/BqXi-MAh6Gh/?utm_source=ig_embed
એવું લાગે છે કે ‘કૉફી વિથ કરણ’ દ્વારા, સારા અલી ખાન અને કાર્તિક આર્યનની કૉફી ડેટા થઇ જશે. ચાહકોને એ વાતની પણ રાહ જોવી પડશે. ક્યારે આ જોડી ફિલ્મોમાં સાથે જોવા મળશે.
