પંજાબના દિવંગત ગાયક સિદ્ધુ મૂઝવાલાના નિધનના એક મહિના બાદ તેમનું છેલ્લું ગીત આજે એટલે કે ગુરુવારે રિલીઝ થવા જઈ રહ્યું છે. સિદ્ધુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ માહિતી શેર કરવામાં આવી છે. મૂઝવાલાનું નવું ગીત SYL ગુરુવારે સાંજે 6 વાગ્યે તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થશે. આ સમાચારે તેના ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે, ત્યારે ગાયકને યાદ કરીને તેની આંખો ભીની થઈ ગઈ છે.
આ માહિતી સિદ્ધુ મૂઝ વાલાની ટીમે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી શેર કરી છે. તેણે બુધવારે ગીતનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, ‘SYL ગુરુવારે સાંજે 6 વાગ્યે માત્ર સિદ્ધુ મૂઝવાલા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર.’
https://www.instagram.com/p/CfHOu0bODkk/?utm_source=ig_embed&ig_rid=1c813cb1-766b-4b8e-a41f-2479e0ef90cc
સતલુજ યમુના લિંક પર ગાયકે ગાયું આ ગીત:
જણાવી દઈએ કે આ ગીત સિદ્ધુએ સતલજ યમુના લિંક (SYL) નહેરના મુદ્દા પર લખ્યું છે જે નદીના પાણી પર પંજાબના અધિકારો અને જેલમાં બંધ શીખ કેદીઓ પર આધારિત છે. સિદ્ધુના જીવનનું આ છેલ્લું ગીત છે. તેના ઘણા ગીતો પર વિવાદો થયા છે, તેમ છતાં ચાહકો તેના ગીતોને ખૂબ પસંદ કરે છે. સિદ્ધુના આ છેલ્લા ગીતની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગાયકના પિતાએ તેમના મૃત્યુના થોડા દિવસો પછી એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ સિદ્ધુને તેમના ગીતો દ્વારા જીવંત રાખશે.
સિદ્ધુ મૂઝવાલાની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ પંજાબના શ્રેષ્ઠ ગાયકોમાંથી એક હતા. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સિદ્ધુ (સિધુ મૂઝ વાલા)ના મૃત્યુની જવાબદારી લીધી હતી, જેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:ફોટામાં વચ્ચે દેખાતી આ બાળકી આજે બોલીવુડની છે મોટી અભિનેત્રી
