અત્યાર સુધીમાં આપણે ઘણી બધી બેન્ક જો છે. બેન્કો ને ઉઠતાં પણ જોઈ છે.પરંતુ શું તમે ક્યારેય કોઈ બીજ બેન્ક જોઇ છે. હ આજે આપણે આવી એક બીજ બેન્ક ની વાત કરવા જઇ રહ્યા છીએ. બનાસકાંઠા જીલ્લામાં આવેલા દાંતા તાલુકામાં રહેતા નિરલ ભાઈ આવી જ એક બેંકચલાવે છે. જેમલોકો વિવિધ વૃક્ષો ના બીજ જમા કરાવે છે. અને આ બીજનું વિના મૂલ્યે આખા ભારતમાં વિતરણ કરવામાં આવે છે.
જગતભાઈ કિનખાબવાલા જે સ્પેરો મેન તરીકે જાણીતા છે. અને પક્ષી અને પર્યાવરણ માટે સતત જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેઓ પક્ષી બચાઓ અભિયાન ની સાથે પર્યાવરણ માટે પણ એટલા જ જાગૃત છે. અને આ બીજ બેંકમાં નિયમિત રીતે બીજ મોકલાવે છે. ચોમાસાની સિઝન આવતા જ વિવિધ સંગઠનો અને એનજીઓ દ્વારા પર્યાવરણ બચાવમાં લાગી જતાં હોય છે.અને પોતાની રીતે વૃક્ષારોપણ કે પછી બીજ વિતરણ સિડ બોલ જેવી કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે.
દાંતા ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી નિરલભાઇ બીજ બેન્ક ચલાવી રહ્યા છે. જે આસ પાસ ના જંગલ વિસ્તારમાં જઈ ને બીજ શોધી લાવે છે. તેમજ ભારતભર વિતરણ પણ કરે છે. તેમના કાર્યની દેશભરમાં પ્રસંશા પણ કરવામાં આવે છે. અને અનેક પ્રકૃતિ પ્રેમી મિત્રો પ્રેરિત થઈ તેમની આસપાસના બીજ કુરિયર મારફત બીજ બેન્કને મોકલી આપે છે તેમજ એ તમામ બીજ નું બીજ બેન્ક દ્વારા ફેસબુક ઉપર પોસ્ટ મૂકી ને જાહેર વિતરણ આખા ભારત માં વિના મૂલ્યે કરવામાં આવે છે.
પક્ષીવિદ જગત કિનખાબવાલા દ્વારા પણ આ બીજ બેન્કમાં દર વર્ષે વિવિધ વૃક્ષોના બીજ મોકલવામાં આવે છે.તેમણે બીજ બેંકમાં કરંજ , અર્જુન, શરૂ, કપોક, તેબુનિય, તિકોમાં, પારસ પીપળો જેવા બીજ મોકલી આપ્યા છે. અને બીજ બેંક ને સમૃદ્ધ બનાવી છે.
બીજ બેન્ક નો ઉદેશ્ય દુર્લભ વનસ્પતિને બચાવાનો છે. જેમાં અત્યાર સુધી ૪૦૦ કરતા વધુ બીજ એકત્રિત કરી ને પ્રદશન માં મૂક્યા છે. તેમજ જાહેર વિતરણમાં જેમ બીજ સીઝનમાં મળે એ લોકો ને વિના મૂલ્યે કુરિયર કે પોસ્ટ મારફતે મોકલી આપે છે. અત્યાર સુધી કરોડ કરતાં પણ વધારે બીજનું આખા ભારતમાં વિતરણ કરેલ છે.
દાંતાની એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં નિરલ ભાઈ દ્વારા આ બીજ બેન્ક શરૂ કરવામાં આવી છે. અને તેમાં તેમના પરિવારજનો પણ સાથને સહકાર આપી રહ્યા છે. મૂળ વલસાડ જિલ્લાનું ધમડાચી પીરૂ ફળિયા ગામના રહેવાસી નિરલભાઈ દુર્લભ વનસ્પતિ ના બીજ વિતરણ માં કરોડ કરતાં પણ વધારે બીજ વિના મૂલ્યે વિતરણ કરી વર્લ્ડ બુક માં પણ નામ પ્રસ્થાપિત કરેલ છે
આ સાથે નિરલભાઈ જૂના ચલણી સિક્કા એકઠા કરવાનો શોખ પણ ધરાવે છે. અને અત્યાર સુધી ૧૮-૧૯ કિલો જેટલા હજારો વર્ષ જૂના સિક્કા એકઠા કર્યા છે. અને આ સંગ્રહ કરવાના શોખમાં થી જ દુર્લભ વનસ્પતિ ના બીજ એકઠા કરવાનો શોખ જાગ્યો. અને પ્રકૃતિની મહેક ફેલાવી રહ્યા છે. સાથે મને કવિતા લખવાનો પણ રસ ધરાવે છે. અત્યાર સુધી ૧૦૦ કરતા વધારે કાવ્ય લખીને ‘કલમ કેરો કલરવ’ નામનું મારું કાવ્ય સંગ્રહ પ્રકાશિત પણ કર્યું છે.
