cost gaurd/ ભારતીય કોસ્ટગાર્ડનું ઓપરેશન ‘આઇલેન્ડ વોચ’જાણો તેમના અતિ આધુનિક હોવરક્રાફ્ટ વિશે,દુશ્મનની હવે ખેર નથી

છેલ્લા એક વર્ષથી ગુજરાતના દરિયાઇ પટ્ટાનો વિશેષ ઉપયોગ દુશ્મન દેશ કરી રહ્યા છે. જેના લીધે રાજ્યમાં હજારો કરોડનો ડ્રગ્સ પકડાયું હતું,

Top Stories India

પાકિસ્તાન હમેશા ભારતમાં ઘૂસણખોરી કરવા માટે દરિયાઇ માર્ગ પસંદ કરે છે, છેલ્લા એક વર્ષથી ગુજરાતના દરિયાઇ પટ્ટાનો વિશેષ ઉપયોગ દુશ્મન દેશ કરી રહ્યા છે. જેના લીધે રાજ્યમાં હજારો કરોડનો ડ્રગ્સ પકડાયું હતું,આ ઉપરાંત દરિયાઇ માર્ગથી ઘૂસણખોરી પણ થવાની પુરી શક્યતા રહેલી છે, ગેરકાયદેસરની પ્રવૃતિને રોકવા  માટે સરકાર હરકતમાં આવી અને કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આઇલેન્ડ વોચ હાથ ધરવામાં આવયું છે. આ ઓપરેશન માટે અતિ આધુનિક હોવરક્રાફ્ટમાં હાથ ધરાયું

 

 

ભારતીય કોસ્ટગાર્ડે  દ્વારકાના દરિયાકાંઠે ઓપરેશન ‘આઇલેન્ડ વોચ’ હાથ ધર્યું હતું જ્યાં હોવરક્રાફ્ટે આસપાસના નિર્જન ટાપુઓની શોધ હાથ ધરી હતી. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, હોવરક્રાફ્ટ સમુદ્રના મોજા પર સવાર થઈને કિનારે પહોંચતું જોઈ શકાય છે. વીડિયોમાં હોવરક્રાફ્ટના અંદરના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે જ્યાં બે રક્ષકો GPS અને અન્ય ઘણી નેવિગેશન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં જોઈ શકાય છે,આ હોવરક્રાફટ અતિ અઘતન ટેકનોલોજી સજ્જ છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે તમને વિચાર આવે કે હોવરક્રાફ્ટ શું છે ,તો તમને જણાવી દઇએ કે  એ એવું વ્હીકલ છે જે જમીન, પાણી, કાદવ, બરફ અને અન્ય સપાટીઓ પર દોડી શકે છે. તેઓ તેની ઝડપને કારણે પાણીમાં કોઈપણ શંકાસ્પદ બોટ અથવા વ્યક્તિઓનો પીછો કરવા માટે અત્યંત ઉપયોગી હોવાનું કહેવાય છે. હોવરક્રાફ્ટ 30-40 નોટ્સ (લગભગ 50-60 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ આપણા દરિયાઇ પટ્ટાની એટલે કે દરિયાઇ સીમાની દેખરેખ રાખીને દુશ્મનને દેશમાં પ્રવેશ થતાં અટકાવે છે. અને સતત સમુદ્ર કાંઠાની પેટ્રોલિંગ કરતા જોવા મળે છે. ભારતના મેરીટાઇમ ઝોનને પાંચ કોસ્ટ ગાર્ડ પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર-પૂર્વ અને આંદામાન અને નિકોબાર છે, જેનાં પ્રાદેશિક મુખ્યાલયો ગાંધીનગર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને પોર્ટબ્લેર ખાતે છે.