પાછલા બે વર્ષથી કોરોના જેવી મહામારીના કારણે દેશભરમાં તેમજ ગુજરાત ભરમાં કોઈ ધાર્મિક પ્રસંગો મોટા પ્રમાણમાં ઉજવવામાં આવ્યા નથી ત્યારે આ વર્ષે કોરોનો થોડો હળવા થતાં ધાર્મિક પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે નવસારીમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવાતા હોય છે ત્યારે ગણેશ ઉત્સવ નવસારી જિલ્લામાં ધામધૂમ પૂર્વક ઉજવવાની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. હજી ગણેશ ઉત્સવને એક મહિનાથી પણ વધુ સમય બાકી હોય ત્યારે નવસારી જિલ્લા કલેકટર દ્વારા ગણેશજીની પ્રતિમાનો ચાર ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આથી નવસારી જિલ્લાનાં તમામ મૂર્તિ કલાકારો તેમજ ગણેશ મંડળોએ નવસારી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ અંગે કલેકટરને જ આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા આવનાર ગણેશ ઉત્સવમાં ૪ ફૂટની મૂર્તિનું સ્થાપન કરવાને લઈ વિરોધ નોંધાવાયો છે. ગણેશ મંડળોએ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો વિરોધ નોંધાવતું આવેદનપત્ર પાઠવ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ગણેશ મંડળના આયોજકો રહયા ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો : મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી, LPG સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો
