AMC/ અમદાવાદના આ કર્મચારીએ અવિરત વરસાદમાં કર્યું આ કામ,તમે પણ દિલથી કરશો સલામ!

રવિવારે સાંજે શહેરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો,મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.મેટ્રો સીટીમાં અનાધાર વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા

Top Stories Gujarat

ગુજરાતમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે, છેલ્લા ઘણા દિવસથી વરસાદની મહેર સમગ્ર રાજ્યમાં વરસી રહી છે. આજે અમદાવાદમાં કડાકા સાથે મૂશળધાર વરસાદ પડયો હતો,નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ હતી.અનેક સ્થળો પર ટ્રાફિક જોવા મળ્યો હતો. અમદાવાદમાં વરસાદની મહેર જોવા મળી હતી.અતિભારે વરસાદથી ચારથી પાંચ ફુટ પાણી જોવા મળ્યો હતો,શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીએ પોતાની નિષ્ઠાથી એવું કામ કર્યું કે તેને દિલથી સલામ કરવાનું મન થાય,હાટેકેશ્વરના એએમસીના કર્મચારીએ મૂશળધાર વરસાદમાં  કે જ્યાં ગટર ખુલી હતી ત્યાં પોતે બેરીકેટ લઇને ઉભા રહ્યા,મહત્વની વાત એ છે કે વરસાદ અવિરત ચાલુ  હતો અને કમર સુધી પાણી વહેતું હતું તે છંતા પણ કોઇ ગટરમાં ન પડી જાય તેના લીધે તે બેરિકેટ લઇને ઉભા રહ્યા હતા.આ કર્મચારીએ માનવતાના મૂલ્યને સિદ્વ કરી દીધા.

ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે શહેરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો,મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.મેટ્રો સીટીમાં અનાધાર વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.અનેક લોકોના વાહનો પાણીમા ફસાઇ ગયા હતા.શહેરમાં મેઘરાજાની મહેર વરસી હતી. શહેરમાં સાંજે ચાલુ થયેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ પામી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પાલડીમાં 9 ઇંચ પડ્યો હતો,જ્યારે બોડકદેવમાં 8 ઇંચ,ઉસ્માનપુરામાં 8 ઇંચ,જોધપુરમાં સવા સાત ઇંચ અને મકરબામાં પણ સવા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. બોપાલ અને ગોતામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો રાયખડ અને સરખેજમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેંટિગ કરતા ચોમેર વરસાદના પાણી ભરાઇ ગયા હતા.