Movie/ એક વિલન રિટર્ન્સને સેન્સર બોર્ડ દ્વારા ફટકાર, નીકાળવા પડશે હોટ સીન્સ અને અભદ્ર ભાષા

નિર્માતાઓનું ધ્યાન બે મુદ્દાઓ તરફ દોર્યું. એક દિશાના હોટ સીન્સ અને બીજું ડાયલોગ્સમાં અપશબ્દો. આ કારણે નિર્દેશક મોહિત સૂરી તે દ્રશ્યો ફિલ્મમાંથી હટાવી…

Trending Entertainment
Ek Villain Returns Review

Ek Villain Returns Review: બોલિવૂડ હાલના દિવસોમાં સ્ક્રીન પર કંઈ ખાસ હિટ આપી શક્યું નથી. આ દિવસોમાં દર્શકો મોટાભાગે સાઉથની ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે, આ કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તેમની ફિલ્મોમાં હોટનેસ અને મસાલા વધારવા માટે નાનકડો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસો સફળ થયા નથી. એક વિલન રિટર્ન્સના નિર્માતાઓએ ફિલ્મમાં સસ્પેન્સ અને હોટ સીન્સ વધાર્યા હતા, જેણે દર્શકોને ખૂબ આકર્ષ્યા હતા. પરંતુ હવે ફિલ્મના નિર્માતાની ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા ફટકારવામાં આવી છે. બન્યું એવું કે સેન્સર બોર્ડે દિગ્દર્શક મોહિત સૂરીની ફિલ્મને સર્ટિફિકેટ આપતા પહેલા કેટલાક વાંધાજનક દ્રશ્યો પર કાતર લગાવી દીધી છે અને અભદ્ર ભાષાને પણ દૂર કરવા કહ્યું છે, જેનાથી ફિલ્મને આંચકો લાગી શકે છે.

તમને જણાવી દઈએ કે, એક વિલન રિટર્ન્સનું ટ્રેલર જોયા બાદ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મને A રેટિંગ આપવામાં આવશે એટલે કે હોટ સીન સેન્સર્ડ સર્ટિફિકેટ ફક્ત પુખ્ત વયના લોકો માટે જ આપવામાં આવશે. પરંતુ જો આવું થાય તો નિર્માતાઓને નુકસાન થાત. ટ્રેલરમાં ખાસ કરીને દિશા પટનીના હોટ સીન્સ યુવાનોને આકર્ષી રહ્યા હતા અને ફિલ્મની બંને હિરોઈન દિશા પટણી અને તારા સુતરિયાએ હોટ લુકમાં શૂટિંગ કર્યું હતું અને ફિલ્મનો માહોલ બનાવી દીધો હતો.

સેન્સરે કાતર ચલાવવાની સાથે ફિલ્મને U/A પ્રમાણપત્ર જારી કર્યું છે. સેન્સરે ખાસ કરીને નિર્માતાઓનું ધ્યાન બે મુદ્દાઓ તરફ દોર્યું. એક દિશાના હોટ સીન્સ અને બીજું ડાયલોગ્સમાં અપશબ્દો. આ કારણે નિર્દેશક મોહિત સૂરી તે દ્રશ્યો ફિલ્મમાંથી હટાવી શકે છે. બાકી ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. જો કે, આ પછી અપેક્ષા છે કે દ્રશ્યો અને ડયલોગ્સ ફિલ્મમાંથી દૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: Weather/ દુનિયામાં સતત વધતી ગરમી :  રનવે પર તિરાડો, 135 વર્ષ જૂના પુલને બચાવવાનો પ્રયાસ, છત ઓગળી ગઈ, હવે શું

આ પણ વાંચો: Business/ ડોલર સામે મજબુત બનતું રશિયન રુબલ, વિશ્વની સરખામણીમાં રશિયન અર્થતંત્રની અલગ હિલચાલ