કેશોદ શહેરમાં નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં બે વર્ષ પહેલાં ૧૧૨.૮૦ લાખ રૂપિયાનાં ખર્ચે ડિઝલ ભઠ્ઠી ફીટ કરવામાં આવેલ છે. આ ભઠ્ઠી જ્યારથી લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી કાંઈક ને કાંઈક કારણોસર વિવાદાસ્પદ બનેલ છે. તાજેતરમાં ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે ડિઝલ ભઠ્ઠી બંધ હોવાથી નાછુટકે મૃતકોના પરિવારજનોને બહાર અગ્નિદાહ આપવા વ્યવસ્થા કરવી પડે છે. કેશોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હોલમાં પાણી પડવાથી લાદી નીકળવાની સાથે દિવાલોમાં તિરાડો પડવા લાગી હતી અને ટેકનીકલ ખામીને કારણે ડિઝલ ભઠ્ઠી બંધ હતી. ત્યારે રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમછતાં નગરપાલિકા દ્વારા વારંવાર મરામત કરાવવા છતાં છાશવારે ડિઝલ ભઠ્ઠી બંધ હોવાથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : ઊના સરકારી હોસ્પિટલમાં પાણી કુલર પ્લાન્ટને કોણ બંધ કરી દે છે? જાણો
