Madhya Pradesh News: સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે એક યુવકે પોતાની કારને ‘કિસિંગ કાર’ બનાવી દીધી, પરંતુ આ રીલ તેને (Kissing Car Viral Video) ભારે પડી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યુવકની મિત્રએ કારની બોડી પર લગભગ 3,400 કિસના નિશાન બનાવ્યા હતા. યુવકે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેને માત્ર એક દિવસમાં આશરે 55 લાખ વ્યૂઝ મળ્યા હતા. જોકે, વીડિયો પોલીસની નજરે પડતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર પર લિપસ્ટિકના નિશાન, વીડિયો થયો વાયરલ
ગ્વાલિયર ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, વાયરલ વીડિયોમાં કાર રસ્તા પર ઝડપથી દોડતી જોવા મળી રહી હતી. કારની આખી બોડી પર લિપસ્ટિકના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કારની ઓળખ શરૂ કરી હતી. પોલીસે વીડિયોમાં દેખાતી કારના નંબર MP07 CC 9452ના આધારે તપાસ હાથ ધરી હતી. માહિતીના આધારે કાર થાટીપુર વિસ્તારમાં હોવાનું સામે આવતા ટ્રાફિક પોલીસની ટીમ ત્યાં પહોંચી (Gwalior Traffic Police) હતી અને કારને ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.

Kissing Car Viral Video: પોલીસ સ્ટેશનમાં જ કાર ધોવડાવી
કારના માલિક આદિત્ય સિકરવારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આદિત્યએ પોતાની ભૂલ સ્વીકારી હતી. ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં જ કારની બોડી પર લાગેલા લિપસ્ટિકના નિશાન પાણીથી સાફ કર્યા હતા. પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.5,500નો દંડ (Traffic Fine) પણ ફટકાર્યો હતો.
3400 કિસ, સાડા 3 કલાકમાં તૈયાર થઈ ‘કિસિંગ કાર’
આદિત્યના જણાવ્યા અનુસાર, કાર પર લિપસ્ટિકના લગભગ 3,400 નિશાન બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર પ્રક્રિયામાં આશરે સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર અલગ પ્રકારની રીલ બનાવીને તેને વાયરલ કરવાનો હેતુ હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.
રીલને મળ્યા 55 લાખ વ્યૂઝ
આદિત્ય સોશિયલ મીડિયા પર રીલ બનાવતો હતો. ‘કિસિંગ કાર’નો વીડિયો અપલોડ કર્યા બાદ રીલ ઝડપથી વાયરલ થઈ હતી અને તેને આશરે 5.5 મિલિયન એટલે કે 55 લાખ વ્યૂઝ મળ્યા હતા. જોકે, વાયરલ થવાની આ કોશિશ બાદ પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો.
પોલીસે આપી ટ્રાફિક નિયમો પાલનની ચેતવણી
ટ્રાફિક પોલીસે લોકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે રસ્તા પર ઝડપથી વાહન ચલાવવું કે ટ્રાફિક નિયમોની અવગણના કરવી ભારે પડી શકે છે. રીલ બનાવતી વખતે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ પણ વાંચો: 17મી વખત રામ રહીમ જેલમાંથી બહાર, 21 દિવસના પેરોલ બાદ સિરસા જવા રવાના
આ પણ વાંચો: ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ઉંદરનો આતંક! સૂતા 78 વર્ષીય વૃદ્ધને નાક પર કરડ્યુ
આ પણ વાંચો: પટના એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર ઈન્ડિયાના વિમાન સાથે પક્ષી અથડાયું, 164 મુસાફરો સુરક્ષિત
