ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. નિદત બારોટએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રૂપિયા 3.30 લાખના ખર્ચે કાવ્ય મહાકુંભ કાર્યક્રમ યોજીને વાહવાહી લૂંટી હોવાનું તેઓ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નો કાવ્ય મહાકુંભ શૈક્ષણિક સંઘએ હાઇજેક કર્યો છે જે એક પ્રકાર ની ગેરરીતિ છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના આગેવાનો પોતાના રાજકીય જશ અને પોતાના માટે નાણા એકત્ર કરવા ની ભાવના સાથે કાવ્ય મહાકુંભ યોજાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધિશો ને આ કાર્યક્રમ ના ખર્ચા વિશે કોઈ જાન નથી. આ કાર્યક્રમ યોજમાં માટે સાહિત્ય અકાદમી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન જુદી જુદી કોલેજો સહિત ની સંસ્થાઓમાં થી નાણાં એકત્ર કરવામાં આવ્યા છે જેનો કોઈ હિસાબ શૈક્ષણિક સંઘએ નથી આપ્યો.
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદ
- સૌરાષ્ટ્ર યુનિ.માં કૌભાંડ થયો હોવાનો આક્ષેપ
- કાવ્ય મહાકુંભ કાર્યક્રમમાં કૌભાંડ થયો હોવાનો આરોપ
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ લગાવ્યો આરોપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ થયા હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. નિદત બારોટએ કર્યો છે. આ કૌભાંડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘના આગેવાનોએ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રૂપિયા 3.30 લાખના ખર્ચે કાવ્ય મહાકુંભ કાર્યક્રમ યોજીને વાહવાહી લૂંટી હોવાનું તેઓ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નો કાવ્ય મહાકુંભ શૈક્ષણિક સંઘએ હાઇજેક કર્યો છે જે એક પ્રકાર ની ગેરરીતિ છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના આગેવાનો પોતાના રાજકીય જશ અને પોતાના માટે નાણા એકત્ર કરવા ની ભાવના સાથે કાવ્ય મહાકુંભ યોજાયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધિશો ને આ કાર્યક્રમ ના ખર્ચા વિશે કોઈ જાન નથી. આ કાર્યક્રમ યોજમાં માટે સાહિત્ય અકાદમી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન જુદી જુદી કોલેજો સહિત ની સંસ્થાઓમાં થી નાણાં એકત્ર કરવામાં આવ્યા છે જેનો કોઈ હિસાબ શૈક્ષણિક સંઘએ નથી આપ્યો. ઇન્ચાર્જ કુલપતિ ને આવેદન પાઠવીને રજુઆત કરવામાં આવી છે કે અંદાજિત 12 લાખ જેટલી એકત્ર થયેલ રકમ નો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો તેનો હિસાબ શૈક્ષણિક સંઘ પાસે થી લેવામાં આવે અને શૈક્ષણિક સંઘ દ્વારા ઉઘરાવેલી 50 ટકા જેટલી રકમ પરત લિયે. શૈક્ષણિક સંઘ નો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે કોઈ અસ્તિવ ન હોવા છતાં કઈ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નો કાર્યક્રમનો જશ લઇ શકે. જો કોઈ પણ સંસ્થા રાજકીય જશ માટે ભંડોળ એકત્ર કરવાની સત્તા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આપતી હોય તો કોંગ્રેસની કોઈ પણ પાંખ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના સંયુક્ત ઉપક્રમે કોઈ કાર્યક્રમ કરે તેવી મંજુરી આપવામાં આવે.
Floating City/ એક એવું શહેર જ્યાં ઘરો, દુકાનો અને રેસ્ટોરન્ટ બધું જ પાણી પર તરે છે, તમે પણ રહી શકો છો
