PM નરેન્દ્ર મોદી અટલ ફૂટઓવરબ્રિજનું લોકાર્પણ કરીને માતા હીરાબાને મળવા રાયસણ પહોંચ્યા હતા.માતા સાથે 26 મિનિટ વાતચીત કરીને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ રાત્રિના રોકાણ માટે રાજભવન પહોચ્યા હતા
ઉલ્લેખનીય છે કે માતા હીરાબાના ઘરે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાને મળ્યા બાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીએ માતા હીરાબા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કરવા પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબા રાયસણમાં પંકજ મોદી સાથે રહે છે. અગાઉ પીએમ મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે , અમદાવાદ એરપોર્ટ પર બે કલાક મીટિંગ કર્યા બાદ તેઓ રિવરફ્રન્ટ પર યોજાયેલ ખાદી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેટિંયો કાંત્યો હતો. બીજી બાજુ અમદાવાદની જનતાને એક ભેટ આપી હતી. પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. ત્યાં પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.
