હિટ એન્ડ રન/ વલસાડમાં ટેમ્પો ચાલકે 5 વર્ષની બાળકીને અડફેટે લેતા મોત

અજાણ્યા ટેમ્પો ચાલકે 5 વર્ષની માસુમ બાળકીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટેમ્પાનું પૈડું બાળકીની છાતી પરથી પસાર થઈ ગયું હતું.

Top Stories Gujarat Others
વલસાડ
  • વલસાડમાં હિટ એન્ડ રનની ઘટના
  • પોલીસ હેડ ક્વાર્ટર રોડ પર બની ઘટના
  • ટેમ્પો ચાલકે 5 વર્ષની બાળકીને અડફેટે લેતા મોત
  • સીટી પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

વલસાડ શહેરમાં હિત એન્ડ રનની ઘાટણ સામે આવી છે. જેમાં પાંચ વર્ષીય માસૂમ બાળકીનું ટેમ્પની અડફેટે મોત નીપજયું છે. બાળકીના પિતાએ પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર નજીક એક અજાણ્યા ટેમ્પો ચાલકે 5 વર્ષની માસુમ બાળકીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટેમ્પાનું પૈડું બાળકીની છાતી પરથી પસાર થઈ ગયું હતું. અને  મ્મસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર  પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જો કે ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ટેમ્પો લઇને ફરાર થઈ ગયો હતો.

વલસાડના સુધાનગર રજવાડી કોમ્પલેક્ષ પાસે નજીક 5 વર્ષની માસુમ બાળકી મન્નતફાતમા સમીઉલ્લા તેની માતા સાથે જઈ રહી હતી. દરમિયાન એક ટેમ્પો નંબર નબર GJ.15. AT. 9575 નો ચાલક અબ્દુલ મુબારક શેખે ત્યથી પસાર થઈ રહ્યો હતો. ઓવરર્લોડ  ટેમ્પો પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. અને માસુમ બાળકી મન્નતને અડફેટે લીધી હતી. આ અકસ્માતમા માસુમ બાળકીના છાતીના ભાગે ટેમ્પાનું ટાયર ફરી વળતાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે ફરજ ઉપરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. પોલીસે ઘટના સ્થળની આજુબાજુમાં આવેલા વેપારીઓ અને લોકોના નિવેદન લીધા હતા. અને આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા/ થરાદની કેનાલમાં સામૂહિક આત્મહત્યા કરનાર તમામના મૃતદેહ મળ્યા, પ્રેમપ્રકરણની આશંકા