પોર્ટુગલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક 19 વર્ષની મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે બંને બાળકોના પિતા અલગ છે. તબીબી વિજ્ઞાનમાં આવી ઘટનાઓ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.
વિશ્વમાં આવો 20મો કિસ્સો:
હકીકતમાં, જન્મના લગભગ આઠ મહિના પછી પિતાએ બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે તે વ્યક્તિ એક જ બાળકનો પિતા છે. બીજા બાળકનો પિતા કોઈ અન્ય છે. જોકે, બંને બાળકો દેખાવમાં સરખા છે. નિષ્ણાતોએ કહ્યું કે વિજ્ઞાનની ભાષામાં આને હેટરોપેરેન્ટલ સુપરફેકન્ડેશનની સ્થિતિ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં હેટરોપેરેન્ટલ સુપરફેકન્ડેશનનો આ માત્ર 20મો જાણીતો કેસ છે.
શું છે હેટરોપેરેન્ટલ સુપરફેકન્ડેશન
નિષ્ણાતો કહે છે કે તે હેટરોપેરેન્ટલ સુપરફેકન્ડેશનનો કેસ છે, જે એક દુર્લભ સ્થિતિ છે. આમાં જન્મેલા બંને જોડિયા બાળકોમાં અલગ-અલગ પિતાના ડીએનએ જોવા મળે છે. અસાધારણ ગર્ભાવસ્થાની પેટર્નનો અભ્યાસ કરનારા ડૉ. તુલિયો જોર્જ ફ્રાન્કોએ જણાવ્યું હતું કે માતાના શરીરમાં હાજર ઇંડાને બે અલગ-અલગ નર દ્વારા ફલિત કરવામાં આવે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. મહિલાએ એ પણ કબૂલ્યું છે કે તેના બે અલગ-અલગ પુરુષો સાથે સંબંધ હતા. એટલે કે તે બે અલગ-અલગ પુરુષો સાથે રિલેશનશિપમાં હતી. બાળકોમાં અલગ અલગ ડીએનએનું આ કારણ છે.
આ પણ વાંચો:ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં, ક્યાથી લડી શકે છે ચૂંટણી ?
આ પણ વાંચો: વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો
આ પણ વાંચો:દેશમાં આજે કોરોનાના નવા 6 હજારથી વધુ કેસ,31 દર્દીઓના મોત
