આંદોલન/ માજી સૈનિકો વિવિધ માંગોને લઇને ફરી મેદાનમાં,ગાંધીનગર જતા અટકાવવામાં આવ્યા

મોટા ચિલોડા થી ગાંધીનગર જતા માર્ગ પર સેકડો માજી સૈનિકોને આંદોલન માટે એકઠા થયા હતા,તેમને  ગાંધીનગર જતા અટકાવામા આવ્યા છે.

Top Stories Gujarat

રાજ્ય સરકાર સામે 14 માંગણીઓને લઇને આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોની પાંચ માગ આખરે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી હજીપણ તેમની સંપૂર્ણ માંગ સ્વીકરાવમાં ન આવતા ફરી એકવાર તેઓ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ગાંધીનગરમાં Ex Army અધિકારીઓના વિવિધ માંગો ને લઈ પ્રદર્શન  કરી રહ્યા છે. 100થી વધુ પોલીસની ગાડી પ્રદર્શન પાસે પહોંચી છે. માજી સૈનિકોને  પોલીસ દારા ડિટેન કરવામાં આવી રહ્યા હોવાના તેમજ 86લોકોની અટકાયત કરાઈ હોવાના હાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મોટા ચિલોડા થી ગાંધીનગર જતા માર્ગ પર સેકડો માજી સૈનિકોને આંદોલન માટે એકઠા થયા હતા,તેમને  ગાંધીનગર જતા અટકાવામા આવ્યા છે.

 ઉલ્લેખનીય છે કે આજ સવારથી જ માજી સૈનિક પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.  અગાઉ સરાકરે હૈયાધારણા આપી હતી પરંતુ કોઇ યોગ્ય નિર્ણય ન લેવાતા તેઓ ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા હતા. જો કે રાજ્ય સરકારે  પાંચ માગણીઓનો સ્વીકાર કર્યો પરંતુ હજી અન્ય 9 માગણીઓ બાકી છે. જે  તમામ માંગ સ્વીકારાય અને તેનો  GR કરવા આવે તેવી માંગ કરવામાં આવશે.